કલકલ
કરતી વહેતી સુખ ભાંદર
મધમીઠું
ગાન ગાતી સુખ ભાંદર
જાણે
ઝાંઝરનો ઝણકાર કરતી સુખ ભાંદર
હરખાતી
મલકાતી હાલી સુખ ભાંદર
નમણી
નાર બની હાલી સુખ ભાંદર
સાગરને
મળવાને દોડી સુખ ભાંદર
ડુંગરથી
દડતી-પડતી હાલી સુખ ભાંદર
પથ્થરથી
અથડાતી-પસડાતી સુખ ભાંદર
છલકાતી-ઉભરાતી
હાલી સુખ ભાંદર
ગામડે-ગામડે
ભેળી ભળતી સુખ ભાંદર
લડતી-વડતી
હાલી સુખ ભાંદર
અટકાતી-ભટકાતી
હાલી સુખ ભાંદર
તોડતી-ફોડતી
હાલી સુખ ભાંદર
માતાની
મમતા વેરતી હાલી સુખ ભાંદર
નીરથી
નવરાવતી સુખ ભાંદર
નદીનો
"મહિમા" ગાતી હાલી સુખ ભાંદર
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો