sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

33. માફ કરજે


માફ કરજે કહ્યાં વગર ચાહી બેઠો છું,
અંતરની લાગણીઓને દબાવી બેઠો છું,
દિલ માગ્યા વગર તમને આપી બેઠો છું,
લગ્ન કર્યા વગર સૌભાગ્યલક્ષ્મી બનાવી બેઠો છું,
સરનામા વગર ઘર ગોતી બેઠો છું,
સાપ-સીડીની રમતમાં તમારી સામે હારી બેઠો છું,
કોરા કાગળ પર ગઝલ તમારી લખી બેઠો છું,
તમારી નજર સામે નજર નમાવી બેઠો છું,
ખબર વગરના નિકળીયા તમેને રસ્તા પર ફુલ બની બેઠો છું,
તારા વગર કોમળ હૃદય કેટલું તડપે છે ? પુછી બેઠો છું,
અજાણીયા રસ્તે આગળી તમારી ઝાલી બેઠો છું,
"જલદી મેળાપ"ની તમન્નામાં ઉપવાસ કરી બેઠો છું,
તમારી યાદમાં આંશુનો સાગર છલકાવી બેઠો છું,
"અખિલ"યાદમાં"મહિમા"મોટો ગાય બેઠો છે.
મારા જેવી જ લાગણી એનામાં છે કે નહિ, ભગવાનને પ્રશ્ન કરી બેઠો છું.
-       સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...