sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

39. રામાયણની કલમ


કલમ કેટલી રડતી હશે ?
રામાયણની રચના કલમ લખતી હશે.
વાલ્મીકીને વારી-વારી વિનવતી હશે.
આ કથા લખતા કલણ કેટલી ડરતી હશે.
કૈકયના કારણે કૌસલ્યા કેટલી રડતી હશે.
રામાયણમાં રામની વિદાય વસમી હશે.
વંસમાં વિદાયનાં પ્રસંગો કેમ લખતી હશે ?
જગત જનની સિતા વન-વન ભટકતી હશે.
રાવણના  હાથે સિતાનું હરણ કેમ કરતી હશે ?
રામસિતાના વિરહની વેદના કેમ સહેતી હશે ?
એકલી તપોવનમાં લવકુશને જન્મ આપતી હશે,
પ્રસ્તુતી પીંડા કેમ સહન કરતી હશે ?
રામાણયમાં રામારાજ્યનો પ્રાણ પુરતી હશે ?
ત્યારે કર્મનાં ફળનું વર્ણન કેમ કરતી હશે ?
વૈદેહીનાં દુઃખનો "મહિમા" ગાતી હશે,
ત્યારે નૈનથી નિર વહાવાને સમદરને છલકાવતી હશે.
રામાયણનું મહાકાવ્ય કલમ લખતી હશે,
ત્યારે કલમ કેટલી રડતી હશે ?
કલમ કેટલી રડતી હશે ?                    
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...