sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

40. મહાભારતની કલમ


કલમ કેટલી રડતી હશે ?
મહાભારતનું મહાકાવ્ય કલમ લખતી હશે.
વ્યાસને વારી-વારી વિનવતી હશે.
આર્યવ્રતની સામરાગીની પર્ણકુટીમાં વસ્તી હશે
આ કથા લખતા કલમ કેટલી ડરતી હશે ?
પાંચ પતિની પત્નિ દ્રોપદી દાસી કહેવાણી હશે,
અધર્મની સંભાનું વર્ણન કેમ કરતી હશે ?
ધર્મસ્થાપનામાં વંસનો વેલો બળતો હશે,
આર્યવ્રતનો વિધવંશ કેમ જોઇ શકતી હશે ?
સત્યવાદી, ધર્મધારકનો રાજ્યાભિશેકનું વર્ણન લખતી હશે,
ત્યારે કર્મનાં ફળનું વર્ણન કેમ કરતી હશે ?
યજ્ઞસૈનીના દુઃખનો "મહિમા" કેમ લખતી હશે ?
ત્યારે નૈનથી નિર વહાવીને સમદરને છલકાવતી હશે.
મહાભારતનું મહાકાવ્ય કલમ લખતી હશે,
ત્યારે કલમ કેટલી રડતી હશે ?
કલમ કેટલી રડતી હશે...
કલમ કેટલી રડતી હશે....
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...