પથ્થરને
પુજે પ્રભુ સમજીને,
પ્રભુ
જેવાં માબાપને રોજ રજાડે.
એમાં
પ્રભુ ક્યાંથી મળે.
રોજ
સવારે મંદિરે જાય દોડીને,
મંદિર
જેવા ઘરને બગાડે છે.
એમાં
પ્રભુ ક્યાંથી મળે.
નિરથી
ધોઇને તન રાખે ચોખાં,
મન
રાખે કાયમ મેલા.
એમાં
પ્રભુ ક્યાંથી મળે.
ચાર
ધામની યાત્રા તો સાતવાર કરે,
ચાર
પગ પુજા તો પલવાર ના કરે
એમાં
પ્રભુ ક્યાંથી મળે.
દુનિયાના
ધર્મની વાતુ તો ધર્મગુરુ બનીને કરે,
સાચો
ધર્મ તો સમજણની બહાર રહે
એમાં
પ્રભુ ક્યાંથી મળે.
લેતા
આવડે અધિકથી અધિક,
અન્નનો
ટુકડો દેતા આવડે નય એક.
એમાં
પ્રભુ ક્યાંથી મળે.
"મહિમા"
પ્રભુનો હું શુ લખી શકુ ?
દુનિયાની
અવળી દિશાની વાતું લખી દવ છું
એમાં
પ્રભુ ક્યાંથી મળે.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો