sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

42. મળે કે ના મળે


વિદાય વેળાનો "મહિમા" લખુ છું તારોને મારો,
પછી આવું એકાંત ફરીવાર મળે કે ના મળે.
છેલ્લાં દિવસની સવાર છે તારીને મારી,
પછી સવાર સાથે ખિલે કે ના ખિલે.
છેલ્લી નજર છે તારીને  મારી,
પછી આવી નજર ફરીવાર મળે કે ના મળે.
છેલ્લાં સંવાદ છે તારીને મારા,
પછી આવા વણબોલ્યા શબ્દો મળે કે ના મળે.
છેલ્લી વાર હાથ મળ્યા છે તારા ને મારાં,
પછી આ હાથને કોઇનો હાથ મળે કે ના મળે.
છેલ્લી વાર રહૃય મળ્યાં છે તારાં ને મારાં,
પછી કોઇ રહૃય આ રહૃયને મળે કે ના મળે.
છેલ્લી વાર આંખને આંખમાં પરોવી જોઇલે,
પછી આંખમાં આંશું જોવા મળે કે ના મળે.
છેલ્લી મુલાકાત છે તારી ને મારી,
પછી તન આપણાં મળે કે ના મળે.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...