sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

43. વ્યસન


વ્યસન વિદ્યા ભુલાવે, ભાન ભટકાવે,
અન્યાય કરાવે, અધર્મ કાર્ય કરાવે,
ઘડીક અતિ આંનદ આવે પછી બોહું તડપાવે.
પલ પલ નશો નવા નવા નાચ નચાવે.
વ્યસન વૈભવ વેડ ફાવે, વ્યવહાર ભુલાવે,
પરિવાર તરછોડાવે, નિજ નહિ કોઇ આવે,
દોલ્ત દુશ્મન કરાવે, ભાન એવું ભુલાવે,
પલ પલ નશો નવા નવા નાચ નચાવે.
વ્યસન ખોટા કામ કરાવે, દયા કદી ન આવે,
રસ્તા રોકાવે, દાદાગીરીથી ડરાવે, ચોરી કરાવે,
દુઃખ ઉપજાવે, સુખ સમજ ન પાવે,
પલ પલ નશો નવા નવા નાચ નચાવે.
વ્યસન વાંધા વધારે, ભિક્ષા પાત્ર હાથ ધરાવે,
નાણાં નહિ કોઇ નાખે, દાણાં નહિ કોઇ આપે,
ભિખારી કરી ઘર ઘર ભટકાવે, તોય સમજ ન આવે.
પલ પલ નશો નવા નવા નાચ નચાવે.
વ્યસન અતિ રોવ રાંવે, નિંદ નહિ આવે,
નિત નવા નવા રોગ અંગ ઉપજાવે,
"મહિમા" નહિ કોઇ ગાવે, "સંગ" નહિ કોઇ આવે.
પલ પલ નશો નવા નવા નાચ નચાવે.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...