sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

44. ગુજ્જુ


ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.
આઝાદી અપાવામાં ગુજ્જુ ગાંધીનો હાથ હોવો જોઇએ.
અંખડભારત કરવામાં ગુજ્જુ પટેલભાઇનો હાથ હોવો જોઇએ.
ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.
આખાખંડમાં ગરજ્તો ગીરનો ગુજ્જુ સંહિ હોવો જોઇએ.
મોદી સરકાર કહેડાવવામાં ગુજ્જુ ગામડીયોનો હાથ હોવો જોઇએ.
ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.
ઢોલના ધમાકેદાર ગુજરાતી ગરબાનો ગુજ્જુ રાસ હોવો જોઇએ.
કવિતાઓનો રાષ્ટ્રીય શાયરમાં ગુજ્જુ મેઘાણીનો હાથ હોવો જોઇએ.
ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.
વિશ્વમાં પૈસામાં નામ છે તે ગુજ્જુ અંબાણી હોવો જોઇએ.
રામકથાને કહેનારો ગુજ્જુ સંત મોરારીનો હાથ હોવો જોઇએ.
ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.
પાટણમાં પટોળુ બનાવનાર ગુજ્જુ જ્ઞાની હોવો જોઇએ.
ભરતકામમાં ભાંતિગળ ભોમ ગુજ્જુ કચ્છડો હોવો જોઇએ.
ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.
વિજ્ઞાનના જ્ઞાનની વાત કરનાર ગુજ્જુ વિક્રમ હોવો જોઇએ.
ગુજરાતના ઇતિહાસમાં આગવો "મહિમા" ગુજ્જુનો હોવો જોઇએ.
            ગુજરાતનો ગુજ્જુ હોવાનો ગર્વ હોવો જોઇએ.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...