sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

45. ગુજરાતીનો ગર્વ


કંપનીમાં કામ કરવાંવાળો ધીરુ કંપનીઓનો માલિક થઇ ગયો.
રમકડાં તોડીને ફિટકરવાંવાળો વિક્રમ, વિશ્વનો વૈજ્ઞાનિક થઇ ગયો.
કૃષ્ણ પાછે કામ કરાવવાળો ભક્ત નરસિંહ ભગત થઇ ગયો.
અંધશ્રધાનાં છપ્પા લખવાવાળો "અખો" બ્રહ્મજ્ઞાની થઇ ગયો.
બોલવામાં સરમાવાવાળો છોકરો સત્ય,અંહિસા, પ્રેમથી રાષ્ટપિતા થઇ ગયો.
અંખડભારત કરાવાવાળો નડિયાદી પટેલ લોખંડી પૂરૂષ થઇ ગયો.
ગામડે ગામડેથી ગોતીને લખવાવાળો મેઘાણી રાષ્ટ્રીય શાયર થઇ ગયો.
છ અક્ષરના નામવાળો દુલાભૈયાકાગ કાગવાણી કહી ગયો.
નિશાળના છોકરા ભણાવાવાળો રામકથા કહીને સંતમોરારી થઇ ગયો.
ચાની કિટલીવાળો સીએમ થયેલો, ગુજરાતી મોદી પીએમ થઇ ગયો.
ગુજરાતના ઇતિહાસનો "મહિમા" થોડો ગઝલને "સંગ" થઇ ગયો.
ગુજરાતમાં જનમવાવાળો ગુજરાતી નામ કમાયને નામાંકિત થઇ ગયો.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...