પ્રીત
ઘોડે ચડાવે, રણ ચડાવે, યુદ્ધ કરાવે,
પ્રીત
માંથા કપાવે, રક્ત ચખાડે, ભાણ ભુલાવે, ભટકાવે.
પ્રીત
મરદ બનાવે, મોત કરાવે ધાંગ એવી પડાવે ધ્રૂઝાંવે.
પ્રીત
નશો ચડાવે, દુનિયા ભુલાવે, ધિગાણા કરાવે.
પ્રીતનો
પ્રીતથી "મહિમા" ગાવે,
"સંગ"
આજ પ્રીતનો પ્રીતથી મહિમા ગાંવે.... (2)
પ્રીત
રંગ ચડાવે તાલ પુરાવે તાન ચડાવે લાડ લડાવે.
પ્રીત
પોકારે તો પલાણ ચંડાવે જીત અપાવે.
પ્રીત
માગ ભરાવે, ઉપવાસ કરાવે, વ્રત કરાવે.
પ્રીત
અમૃત પાવે, વારે આવે, પ્રીત પાળિયા પુજાવે.
પ્રીતનો
પ્રીતથી મહિમા ગાવે,
સંગ
આજ પ્રીતનો પ્રીતથી મહિમા ગાંવે.... (2)
પ્રીત
પીવાડે પ્રીત જીવાડે પ્રીત નચાવે પ્રીત તડપાવે.
પ્રીત
નૈન છલકાવે પ્રીત અબોલા કરાવે પ્રીત રડાવે.
પ્રીત
ભજન કરાવે પ્રીત ખવરાવે પ્રીત મરક મરક મુસ્કુરાવે.
પ્રીત
પાણી ચડાવે, પ્રીત પરબ બંધાવે પ્રીત પીઘલાવે.
પ્રીતનો
પ્રીતથી મહિમા ગાવે,
સંગ આજ પ્રીતનો પ્રીતથી મહિમા
ગાંવે.... (2)
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો