sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

54. પથ્થર


પથ્થર જેવા માનવી પથ્થરને પ્રભુ માને છે,
પ્રભુ જેવા માનવીને પથ્થર મારે છે.
નથી પીતા  એને દુધ પાય છે માનવી,
પી શકે છે એને તરસથી મારે છે માનવી.
શણગારી, સાફો બાંધી, તિલક તાણી,
પુછે પથ્થરને અને પથ્થર પથ્થર બનીને બેસે.
પથ્થરનો "મહિમા" માનવી પથ્થર બનીને ગાવે,
પથ્થરના મહેલ બનાવી તેમાં "અખિલ" વિશ્વના નાથને બેસાડે.
સુંગધની ખબર નથી એને પુષ્પો છડાવે,
પથ્થરના પગ પખાળી ચરણામૃત લાવે છે.
"હૈ પ્રભુ તારામાં અને મારા ફરક એટલો જ છે,
તુ તનથી પથ્થર અને હું મનથી પથ્થર "
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...