ભટકી-ભટકીને
અટકી હોય,
અટકી-અટકીને
લટકી હોય,
લટકી-લટકીને
ચટકી હોય,
ચટકી-ચટકીને
ભટકી હોય,
એ
બ્રેકઅપ હસતી- હસતી કરતી હોય.
કટકી-કટકીને
ગળસી હોય,
ગળસી-ગળસીને
છટકી હોય,
છટકી-છટકીને
અડકી હોય,
અડકી-અડકીને
નથી ના વેંદ વદતી હોય,
એ
બ્રેકઅપ હસતી-હસતી કરતી હોય.
ગરકી-ગરકીને
નિરખતી હોય,
નિરખી-નિરખીને
સજતી હોય,
સજતી-સજતી
હસતી હોય,
હસતી-હસતી
નખરા કરતી હોય,
એ
બ્રેકઅપ હસતી-હસતી કરતી હોય.
વાતે-વાતે
ડબકા ઝુડતી હોય,
ઝુડતી-ઝુડતી
લઇ લેવાનું કહેતી હોય,
લઇ
લઇને ઘર ભેગું કરતી હોય,
ભરતી-ભરતી
મોટી મહિમા કરતી હોય,
એ
"બ્રેકઅપ" હસતી-હસતી કરતી હોય.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો