સમયના
સરવાળા સાથે,
શ્વાસોનો
સરવાળો કર્યો છે,
વાતોનો
સરવાળો કર્યો છે,
શબ્દોનો
સરવાળો કર્યો છે,
ચાલતા
ચરણોનો સરવાળો કર્યો છે,
જ્ઞાન-અજ્ઞાનનો
સરવાળો કર્યો છે,
ધન-દૌલતનો
સરવાળો કર્યો છે,
સુખ-દુઃખનો
સરવાળો કર્યો છે,
પાપ-પુણ્યનો
સરવાળો કર્યો છે,
તીર્થધામનો
સરવાળો કર્યો છે,
ભક્તિભાવનો
સરવાળો કર્યો છે,
જીવન"મહિમા"નો
સરવાળો કર્યો છે,
તોય
છેલ્લે સરવાળામાં જીરો મળ્યો છે,
રહ્યો
છે માત્ર સમયનો સરવાળો.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો