વનવગડે
રહીને, રોટલોને મરચું-ખાઇએ છીએ.
અમીરને
પાછા પાડે તેવા સંપીને રહીએ છીએ.
વનવગડે
ભટકેલાને રસ્તો સિંધીએ છીએ.
આંગણે આવેલાને આસરો આપીએ છીએ.
ઢેફાં ભાગીને, ધુડનું ધાન કરીને ખાઇએ છાએ.
અડધો કે આખો મળે એટલો રોટલો ખાઇએ છાએ.
સુખ દુઃખની છાવમાં નિરાતે પોઢણા પોઢિએ છીએ.
અડધામાંથી અડધું કરી દુબળા દાન આપીએ છાએ.
ભોય પર પથારીને ભીંતે છાણાં થાપીએ છીએ.
ધરતીને અંબરના કંડા ભેળા કરી ભીડીયે છાએ.
ભાવભીના થઇ ગામડાનો "મહિમા" ગાઇએ છીએ.
અલગ-અલગ હોઇએ, તોય સંપીને "સંગ" રહીએ છીએ.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો