sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

71. જતી રહી તું...


કૂવે વાટ જોઇ બેસી રહી તું,
વનવગડા વિધતો રહેતો હું.
ભાત દેવાના બહાને મળતી તું,
ગોવાળ બની ગાયો ચારતો હું.
નદીએ નિર ભરવા આવતી તું,
નવરો થઇ નાહતો રહતો હું.
ઝાલરના ટાણે ઝાપે આવતો હું,
ઘણ લઇ જાતાં જોતી રહી તું.
આથમતા દિયે આંગણે આવતી તું,
તારા રૂપનું અમૃત પીતો રહેતો હું.
પરણી પરદેશ જાતી રહી તું,
છલકતી આંખનો "મહિમા" લખતો રહ્યો હું.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...