ડૉ. ઉમેશ તરપદા ગવર્મેન્ટ સાયન્સ કૉલેજ ગાંધીનગરના પ્રોફેસરને NSSમાં સારી કામગરી બદલ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
તા. 24/09/2021, દિલ્હી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 2019/20 માટે રાષ્ટ્રપતિ ભવનથી વર્ચ્યુઅલ મોડ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો એનાયત કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજમંત્રી નિસિથ પ્રમાનીક નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનથી સમારોહમાં હાજર રહ્યાં. રાષ્ટ્રીય સેવા યોજના વર્ષ 2019/20 માટે એનએસએસ ઍવોડ યુનિવર્સિટી, +2 કાઉન્સિલ, એનએસએસ એકમો અને તેમના પ્રોગ્રામ ઓફિસરો અને એનએસએસ સ્વયં સેવકો જેવી ત્રણ અલગ અલગ કેટેગરીમાં 42 પુરસ્કારો આપવામાં આવ્યાં.
યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દર વર્ષે યુનિવર્સિટીઓ, કોલેજો, +2 કાઉન્સિલ , વરિષ્ઠ માધ્યમિક, એનએસએસ એકમો અથવા કાર્યક્રમ અધિકારીઓ અને એનએસએસ સ્વયં સેવકો દ્વારા કરવામાં આવેલા સ્વૈચ્છિક સમુદાય સેવા પ્રત્યેના ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવા અને પુરસ્કાર આપવા માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર આપે છે.
એનએસએસ એક કેન્દ્રિય ક્ષેત્રની યોજના છે, જે સ્વૈચ્છિક સમુદાય સેવા દ્વારા વિદ્યાર્થી યુવાનોના વ્યક્તિત્વ અને ચારિત્ર્યના પ્રાથમિક ઉદ્દેશ સાથે વર્ષ 1969માં શરૂ કરવામાં આવી હતી અને 1969માં ગાંધીજીના સૌ (100) વર્ષ પૂર્ણ થયા હતા. એનએસએસનો વૈચારિક અભિગમ મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રેરિત છે. ખુબ જ યોગ્ય રીતે એનએસએસનું સુત્ર (MOTO) ‘સ્વયં પહેલાં તમે’ અંગ્રેજીમાં ‘ Not Me, But You’ છે.
સંક્ષિપ્તમાં, એનએસએસ સ્વયંસેવકો સામાજિક સુસંગતતાનાં મુદ્દાઓ પર કામ કરે છે. જે નિયમિત અને વિશેષ શિબિર પ્રવૃતિઓ દ્વારા સમુદાયની જરૂરીયાતોને અનુરૂપ વિકાસતા રહે છે. આવા મુદ્દાઓમાં સાંક્ષરતા અને શિક્ષણ આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને પોષણ, પર્યાવરણ સંરક્ષણ સમાજ સેવા કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો, આર્થિક વિકાસ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કાર્યક્રમો, આપત્તિઓ દરમિયાન બચાવ અને રાહતનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરની ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રો. ડૉ. ઉમેશ તરપદા અને તેમની સાથે તે કોલેજના પ્રિન્સીપાલ ડૉ. મહેન્દ્ર ગીરજાસંકર ભટ્ટ દિલ્હી સુષ્મા સ્વરાજ ભવન ખાતે આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. ડૉ. ઉમેશ તરપદાને અલગ અલગ શૈક્ષણિક શિબિરો, પ્લાસ્ટિક મુક્ત ભારત, જેન્ડર સેન્સેટાઇઝેશન, દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યક્રમ આયોજીત કરવાની પહેલ કરી, સૌરઊર્જા સંબંધિત કાર્ય, ગરીબ પરીવારોને શિક્ષણ આપ્યું તેના બદલ તેમને પુરસ્કારથી અને પ્રમાણપત્રથી દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા.
ટાઇપીંગ & રિપોટર :- A. M. Kamejaleeya



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો