sangeeakhil

સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

મજબૂર થયેલા જગતના તાતને કોણ જીવવાની તાકત આપશે ઉપર આભ રૂઠ્યું છે, અને નીચે સરકાર, ધરતીનો તાત જાય તો જાય કયાં ?

 ઝાલાવાડ, 27 સપ્ટેમ્બર

મજબૂર થયેલા જગતના તાતને કોણ જીવવાની તાકત આપશે ઉપર આભ રૂઠ્યું છે, અને નીચે સરકાર, ધરતીનો તાત જાય તો જાય કયાં ?




હાલમાં ઝાલાવાડ પંથકમાં છેલ્લા એક મહિનાથી ધીમી ધારે વરસાદ વરસતો હોવાથી ધરતી પુત્ર ધ્રુજી ઉઠ્યો છે. કુદરત અને સરકાર ઉપર ખીજી ઉઠ્યો છે. કારણ કે ઉપર ભગવાન સાંભળતો નથી અને નીચે સરકાર સાંભળતી નથી. ગયા વર્ષે પાક નિષ્ફળના ફોર્મ ભરાયા હતાં, પણ હજી સુધી અમુક તાતના ખાતાંમાં એક રૂપિયો પણ સરકાર તરફથી આવ્યો નથી. એટલે સરકાર પણ ખેડુતનો પુરો બદલો લઇ રહી છે. તેવામાં છેલ્લા એક મહિનાથી ધીમો ધીમો સતત વરસાદ વર્ષી રહ્યો છે. તેના લીધે કોઇપણ પ્રકારનું કામ કરવા પણ તાત જઇ શકતો નથી.

સતત વરસાદને લીધે કપાસ જેવા પાક ઉભા સુકાય ગયા છે વીણવા લાયક કપાસ વરસાદના લીધે કાળા અને ભેજવાળા થઇ ગયા છે. કપાસ વીણે એવો થયો છે પણ તે વરસાદને લીધે વીણી શકાતો નથી, જે હાથમાં આવેલું જઇ રહ્યું છે. રોવા બેસે તો રોવું ખુટે એવું નથી અને કહેવા બેસે તો કોઇ સાંભળવા તૈયાર નથી, કારણ કે મોઘા બિયારણો વાવેલા છે, મોઘી દવાઓ છાંટેલી છે અને રાત દિવસ મજુરી કરેલી છે. તેમાથી તેને વળતર રૂપે તેના હાથમાં કેટલું આવી શકશે તે કેહવું શક્ય નથી.


Reporting & Typing :- A.M. KAMEJALEEYA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...