#મોંઘવારીનો માર સહન ક્યાં સુધી કરવાનો ?
ભારતમાં દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. સરકારો નજર ફેરવીને પાસું વાળીને જોવા પણ તૈયાર નથી. ચાહે તે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય. તે પોતાના જ કામમાં વ્યસ્ત છે. મોંઘવારીનો મુદ્દો જ્યારે જ્યારે નાગરીકોએ ઉઠાવ્યો છે ત્યારે ત્યારે સરકારોએ નાગરીકોને કોઈ બીજા જ મુદ્દોમાં ડાઈવેટ કરી નાખ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર વખતે હોસ્ટેલની ફિમાં થોડો અમથો વધારો થયો હતો ત્યારે સરકારને પાડી દીધી હતી. તો અત્યારે કેમ સરકાર સામું જોવા તૈયાર નથી. જ્યારે કોઈ પત્રકાર નેતાઓને મોંઘવારીનો સવાલ કરે છે ત્યારે વિદેશ કરતા આપણા દેશમાં ઓછી મોંઘવારી છે તેવો જવાબ આપે છે. સામાન્ય લોકોને આ મોંઘવારી પરવાડે તેવી નથી. મંજૂર વર્ગ જેટલું કમાવીને લાવે તેના કરતાં તો ખાવા પીવાના ખર્ચા વધારે હોય છે. તેથી તેમના લગ્ન પ્રસંગના ખર્ચા માટે બહાર થી પૈસા ગોતવા પડે છે. તેના કારણે મંજૂર વર્ગ દેવામાં ડુબેલો જ રહે છે. આ વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પક્ષો કરોડોના ખર્ચા કરે છે. મંજૂર વર્ગ પાસે વોટ માગે છે. તો હવે સમજવાનું સામાન્ય વર્ગે છે કે તેને કેવી સરકાર જોઇએ છે. મોંઘવારીમાં વધારો કરે તેવી સરકાર જોઇએ છે કે પછી ઘટાડો કરે તેવી સરકાર જોઇએ છે. મોંઘવારીની સામે રોજગારી જોવા જઈએ તો પેપરો સતત ફુટતા રહ્યા છે. ખાલી જગ્યાઓ ખાલી રહી છે. આ બધાય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોએ વિચાર કરવાનો છે કે તમારે હવે કોને વોટ આપવો ? મોંઘવારીનો માર ક્યાં સુધી સહન કરવાનો ?
By A. M. Kamejaleeya
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો