sangeeakhil

બુધવાર, 28 ડિસેમ્બર, 2022

13. Sweet Poison | Midnight Love Line

13. Sweet Poison

            પ્રેમ એ મધુર ઝેર છે. જે પીવે છે તેને ધીરે ધીરે તેની અસર થતી જાય છે. જે નથી પીતા તેને તે પીવાની અતિ તીવ્ર ઈચ્છા થાય છે. તેથી જ પ્રેમને સ્વિટ પોઈઝન કહેવામાં આવે છે. સ્વિટ પોઈઝન સૌથી પહેલા આંખોથી પીવાય છે, ત્યાર બાદ હોંઠોથી પીવાય છે અને છેલ્લે શરીરથી પીવાય છે. હાલ આ ઝેર સોશ્યલ મીડિયાથી સૌથી વધારે લેવાય રહ્યું છે. જે એની ટાઈમ જોઈએ એટલું મળે છે. એક વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે આપણે પ્રેમથી કોસો દુર રહેવા માંગતા હોઈએ ત્યારે સામેથી આવીને કોઈને કોઈ સ્વિટ પોઈઝન આપી જાય છે. ત્યારે પોતાના કેરીયરને ઝેરમાં ડુબાડીને મારી નાખવામાં આવે છે. એક વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે પ્રેમ તાકાત બંને છે ત્યારે દેશની અઘરામાં અઘરી ગણાતી UPSC જેવી એક્ઝામ આસાનીથી ક્લિયર થઈ જાય છે. પણ આવા કિસ્સાઓ હજારોમાં એક જ હોય છે. બન્ને વ્યક્તિ મેચ્યોર હોય છે. એકબીજાને સમજતા હોય છે. હાલ એકબીજાને સમજવામાં નહીં પણ એકબીજાને ઉતારી પાડવામાં, મતલબ નીકળી ગયા પછી તરછોડી દેવામાં, શરીરની ગરમી નીકળી ગયા પછી લાત મારવામાં, અને પૈસા ખુટી ગયા પછી રિસ્પેકટ (સ્વમાન જાળવવામાં) કરવામાં આવતી હોતી નથી. ત્યારે આ સ્વિટ પોઈઝન અતિ તીવ્ર ઝેરી બની જાય છે. માણસનો જીવ પણ લઈ લે છે. દેશ અને દુનિયામાં રોજના હજારો સુસાઈડના કેસ બને છે. તેની શરુઆત આવા સ્વિટ પોઈઝનથી જ થયેલી હોય છે. માટે જ આવું સ્વિટ પોઈઝન કેટલું લેવું, ક્યારે લેવું, અને ક્યારે છોડી દેવું તેનું જ્ઞાન હોવું જરૂરી છે. 

#Midnight_Love_Line 

By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...