sangeeakhil

રવિવાર, 1 જાન્યુઆરી, 2023

14. ઈમાનદારી | Midnight Love Line

14. ઈમાનદારી

      ઈમાનદારી એ દુનિયા સાથે લડવાનું પહેલું હથીયાર છે. તમે જો ઈમાનદાર હશો તો તમારે ક્યારેય કોઈની સામે ખોટું બોલવાની જરુર નહી પડે. જો તમે તમારી અંદર રહેલી ઈમાનદારી ગુમાવશો તો સૌથી પહેલા તમારે તમારી નજીકની વ્યક્તિને ગુમાવવી પડશે. થોડા ટાઈમ માટે કોઈને વસ્તુ કે પૈસા આપીને પોતાની નજીક કોઈ વ્યક્તિને તમે રાખી શકો છો. જેવી જરૂરિયાત તેની પુરી થઈ જશે તેવી જ તે વ્યક્તિ તમને લાત મારીને ફેકી દેશે. કોઈની સાથે સંબંધમાં જોડવ ત્યારે તેની ઈમાનદારીની એકવાર તો કસોટી કરી જ લેવી જોઈએ. જે વ્યક્તિ આંખ બંધ કરીને રિલેશનમાં ખર્ચાય જાય છે તેને એક દિવસ ખુણામાં બેસી રડવાનો વારો આવે છે. તમે એકવાર ઈમાનદારી ગુમાવશો અને તેના કારણે તમારે અનેકવાર જુઠું બોલવું પડશે. સૌથી મહત્વની વાત તમને કોઈ અનહદ પ્રેમ કરતું હોય, તમને કોઈ એની દુનિયા બનાવી બેઠું હોય તેની સામે તો ક્યારેય જુઠું ના બોલવું જોઈએ. તે તમારી સાથે લડશે નહી, ઝગડશે નહી પણ તમને એ કાયમને માટે મુક્ત કરી દેશે. એકવાર તે તમને સમજાવવાની, સુધારવાની જરૂર કોશિશ કરશે, પણ પછી તે દુર થઈ જશે. કારણ કે તેને પોતાનું સ્વમાન અને આત્મ સ્વમાન વધારે વહાલું હોય છે. જેના કારણે સમાજમાં રહેલી તમારી ઈજ્જત અને આબરુ જતી રહેશે. ત્યારે તમને તેની ખોટ વર્તાશે. જ્યારે જ્યારે તે વ્યક્તિ તમને સામે મળશે ત્યારે ત્યારે નીચા જોયું થશે. પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હશે. તમારી પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નહી હોય.

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...