15. કાનભંભેરણી
જ્યારે બે વ્યક્તિની વચ્ચે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે કપલની અંદર ગમે તેટલો પ્રેમ કેમ ના હોય તે ખતમ થતાં વાર નથી લાગતી. મોટાં ભાગના ઘરો ભાંગવામાં અને છુટાછેડા થવાનું કારણ આવી કોઈ ત્રીજી વ્યક્તિની કાનભંભેરણી જ હોય છે. આવી ત્રીજી વ્યક્તિ સતત કાનભંભેરણી કરતી રહેતી હોય છે. જે શારીરિક, માનસિક અને આર્થિક રીતે પોતાને યુઝ પણ કરતી હોય છે અને કાનભંભેરણી કરીને વ્યક્તિનું ઘર પણ તોડતી જતી હોય છે. જો સમયસર આવી વ્યક્તિને પોતાની નજીકથી દુર ના કરી તો તમને તમારા પાર્ટનરથી એ દુર કરી દેશે. આવી કાનભંભેરણી કરવાવાળી વ્યક્તિ ટુંકા સમય માટે સારું સારું બોલીને સારું લગાડશે. અને જેવો મોકો મળશે કે તરત જ કોઈને કોઈ વસ્તુની માંગણી કરશે. જો તમે નય આપો તો તે નારાજ થઈ જશે. જ્યાં સુધી તેને વસ્તુ મળશે નહી ત્યાં સુધી તે વાત કરવામાં, કામ કરવામાં કે અન્ય પ્રવૃત્તિઓથી દુર રહેવાનો પ્રયત્ન કરશે. જેવી તેને તે વસ્તુ મળશે તે એકદમ રાજી થઈ જશે. થોડો સમય જશે એટલે પછી ફરીથી એનું એ જ શરૂ થઈ જશે. સતત તેની આવી પ્રવૃત્તિ ચાલતી રહશે અને કાનભંભેરણી કરતી રહશે. જ્યાં સુધી તમે તમારા પાર્ટનરથી દુર ના થઈ જાવ ત્યાં સુધી તેની આવી કોશીસ ચાલુ રહશે. જો તમારે તમારું વર્તમાન અને ભવિષ્ય સુધારવું હોય તો આનો એક જ ઉપાય છે. તમારી આજુબાજુ જેટલી પણ આવી કાનભંભેરણી કરવાવાળી વ્યક્તિ છે તેને દુર કરો.
#Midnight_Love_Line
By A. M. Kamejaleeya
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો