sangeeakhil

શુક્રવાર, 6 જાન્યુઆરી, 2023

ગ્લોબલ સિસ્ટમ ક્યારે કંટ્રોલમાં આવશે ?

ગ્લોબલ સિસ્ટમ ક્યારે કંટ્રોલમાં આવશે ?


      ગુજરાતમાં કાતિલ ઠંડી વધતી જાય છે. તાપણાંની તાકાતથી ગરમી શરીરને અપાય રહી છે. ગુજરાતના અમુક શહેરમાં 10 ડિગ્રી થી પણ ઓછું તાપમાન થઈ ગયું છે. લોકો રાત્રે બહાર નીકળતા પહેલા વિચારે છે. સવારે પથારીમાંથી ઊભા થવાનું મન નથી થતું. આ જોતાં એવું લાગી રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. જો માનવજાત હજી નહી સમજે તો ભયાનક સ્થિતિ ઉભી થતાં વાર નહી લાગે. અમેરિકા અને કેનેડામાં બરફના વાવાઝોડાને લીધે કેટલાં બધાં લોકો મરી ગયાં. કેટકેટલાય લોકો ઘણા દિવસોથી ઘરમાં પુરાઈને રહ્યા છે. જો આપણે કુદરતની સાંકળ આમજ તોડતા રહેશું તો કુદરત આપણી શ્વાસની સાંકળ ક્યારે તોડી પડશે તેની આપણને ખબર પણ નહી રહે. શિયાળામાં ઠંડી વધારે પડવા લાગી છે. ઉનાળામાં ગરમી વધારે પડવા લાગી છે અને ચોમાસામાં વરસાદ વધારે પડવા લાગ્યો છે. કુદરતનું ચક્ર તદન બદલાઈ ગયું છે. કઈ ઋતુમાં શું થાય છે તેની કોઈને કોઈ જ ખબર પડતી નથી. નિષ્ણાતોના મનમાં એક પ્રશ્ન છે આ ગ્લોબલ સિસ્ટમ ક્યારે કંટ્રોલમાં આવશે ?


By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...