17/04/2023
ટોપી
જવાહરનગરના ગણેશ પ્લાઝા કોમ્પલેક્ષમાં,
ટાઈટલ -
જીયો ટાવરના વાયરોમાં શોટસર્કિટ થતા આગ લાગી હતી,
ફાયર બ્રિગડે ટાઈમ પર આવીને આગ પર કાબુ મેળવી લેવાયો.
વિગત –
જવાહરનગરના ગણેશ પ્લાઝા કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં જવાના ગેટ પાસે આગ લાગી હતી. આ આગ સાંજના સાત વાગે લાગી હતી. ત્યાં દુકાન ચલાવતા વ્યાક્તિએ ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી લીધા હતા. ફાયર બ્રિગેડે ટાઈમ પર આવી જઈને આગને કાબુમા લઈ લીધી હતી. આ આગ કોમ્પલેક્ષની છત પર જીયો અને અન્ય કંપનીઓના ટાવરો આવેલા છે. તેના વાયરો બેઝમેન્ટના ગેટ આગળથી કાઢવામાં આવ્યા છે. વાયરોની અંદર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. પાસે પડેલા કચરાને કારણે અને ટુટેલા લાકડાના દરવાજાને કરણે આગ વધી ગઈ હતી. બાજૂમાં જ પસ્તીની દુકાન આવેલી છે. જો ટાઈમસર ફાયર બ્રિગેડ ના આવ્યા હોત તો આગ વધી પણ શકેત. અને આજૂબાજૂની દુકાનોને પણ આગમાં સમાવી લેત. ફોન નંબર મેળવીને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કોમ્પલાક્ષના માલિકને ફોન કર્યો તો તે બહાર છે તેવો જવાબ આપ્યો. કર્મચારીઓએ તરત જ પાલડી પોલિસ સ્ટેશનમાં ફોન કરીને પોલિસ બોલાવી લીધી હતી. ટોરેન્ટોના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોને પુછતા એવુ જાણવા મળ્યુ કે તે ટાવરો તે બિલ્ડિંગ પર 20 વર્ષથી લગાવવામાં આવ્યો છે.
સ્ટોરી - એ. એમ. કમેજળીયા ( અખાભાઈ માધાભાઈ કમેજળીયા)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો