sangeeakhil

રવિવાર, 16 એપ્રિલ, 2023

17/04/2023

 17/04/2023

હેડલાઈન

સિક્યોરીટી ગાર્ડે કહ્યુ કે 20000 ભરો પછી દર્દની સારવાર થશે.

વિગત -

એલ. જી. હોસ્પીટલમાંથી એસિડ પીધેલા એક દર્દીને એસ.વી.પી. હોસ્પીટલમાં સોમવારે સાંજના સમયે  ખસેડવામાં આવ્યુ હતું. ત્યારે તેને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. વ્હિલચેર કે સ્ટ્રેચર પણ મળ્યું નહોતું. ત્યાના કર્મચારીએ એવો જવાબ આપ્યો કે  વ્હિલચેર કે સ્ટ્રેચર ઉપલબ્ધ નથી. તેથી દર્દીને ઉચકીને બાકડા પર બેસાડવાં આવ્યું હતું. અને તેને પૌણો કલાક સુધી તેની તે સ્થિતિમાં બેસી રહેવું પડ્યું હતું. દર્દીની સ્થિતિ એટલી નાજુક હતી કે તે બેસી રહેવાની હાલતમાં નહોતી. સિક્યોરીટી ગાર્ડે કહ્યુ કે 20000 ભરો  પછી દર્દની સારવાર થશે. પૌણો કલાક સુધી કોઈ વ્હિલચેર કે સ્ટ્રેચર નહોતું મળ્યું તેના પછી વ્હિલચેર અને બેડની સુવિધા મળી હતી. ડૉકટરને અનેક ફોન કરતા તે પૌણો  કલાક પછી આવ્યા હતા. ડોકટરે આવીને દર્દીની તપાસકરી હતી. તપાસ પછી તેવો જવાબ આપ્યો કે ઓપરેશન માટે તમારે 6 મહિના સુધી રાહ જોવી પડશે. એસ.વી.પી. હોસ્પીટલ આટલી મોટી હોવા છતા દર્દીઓને અસુધાનો સામનો કરવો પડે છે. દર્દીના પરીવારમાં વિધવા માતા એક છે. તે મીલમાં કામ કરે છે. ધરનું ગુજરાન ચલાવે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી ચિંતાંજનક છે કે માતા ઘર ચલાવે કે દર્દીની સારવારમાં ખર્ચ કરે.

સ્ટોરી -  એ. એમ. કમેજળીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...