19/04/2023
હેડલાઈન -
ગાંધી આશ્રમના નિવાસીને સરકારે રખડતા મેલી દીધા.
વિગત -
ગાંધી આશ્રમના નિવાસીને સરકારે રજળતા મેલી દીધા. ગત શુક્ર-શનિમાં ગાંધી આશ્રમના નિવાસીઓના મકાન ઉપર બુલડોઝર હકારી દીધું છે. લોકોને ના તો પુરતા પ્રમાણ ઘરો સરકારે ફાળવ્યા છે. ના તો પુરતા પ્રમાણમાં પૈસા આપ્યા છે. ત્યાં ડૉ. કુરિયનનગરમાં રહેતા વખતબેન નાનજીભાઈ મકવાણાનો સામાન બાર કાઢીને તેમના ઘર પર બુલડોઝર ફેરવી દીધુ છે. તેમની ઉંમર 85 વર્ષની છે. તે થોડા દિવસ તો ઘરની બહાર ખુલામાં રહ્યા. તે આટલી ઉંમરે કયા જાય એ મોટો પ્રશ્ન છે. વખતબેનનું અધિકારાઓ અને કલેકટરને એવું કહેવું કે મારે પૈસા નથી જોઈતા, મારે મકાન જોઈએ છે. આટલી ઉંમરે હું પૈસાનું શું કરીશ મારે આસરો જોઈએ છે. પણ પોલિસ અધિકારીઓ એ તેમની એક ના માનીને બળજબરીપુર્વક હાથનો અગુઠો મરાવી લીધો છે. 40 લાખનો એક ચેક આપ્યો છે અને 20 લાખનો એક ચેક સીધો જ તેમના મોટા દિકરાની વિધવા વહુને અધિકારીઓએ પધરાવી દીધો છે. જે લોકો સાથે સાઠકાઠ હતી તેમના મકાનો હજી સુધી ઉભા રાખવામાં આવ્યા છે. મકાન નંબર 7 અને 6 પાડી દેવામાં આવ્યુ છે જ્યારે મકાન નંબર 5 તેમનુ તેમ ઉભુ છે. જ્યારે મકાન નંબર 4 અને 3 પાડી દેવામાં આવ્યું છે. જેમ મકાન પાડવામાં ભેદ રાખવામાં આવ્યો છે. તેમ વળતર આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવ્યો છે. અમુક રહેવાસીને 60 લાખ તો અમુક રહેવાસીને 90 લાખ આપવામાં આવ્યો છે. ત્યાના સ્થાનિક રહેવાસીઓનું એવુ કહેવું છે કે જે રહેવાસી તેમની સાથે મળી ગયા તેમને વધારે વળતર આપવામાં આવ્યું છે. અને જેમને વિરોધ કર્યો તેમને ઓછું વળતર આપવામાં આવ્યું છે. 1200 કરોડનો રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હતો. તેમાથી 375 કરોડ પુનઃવસન માટે રહીશોને આપવામાં હતા. તેમાંથી અમુક રહીશોને સરકારી તો અમુક રહીશોને ખાનગી સોસાયટી બનાવી આપવાની છે. આવી ભેદભાવવાળી નીતિ વાપરવામાં આવી છે. ત્યા રહેતા અમુક રહીશોને તો સામાન પણ બહાર કાઢવા દેવામાં આવ્યો નથીને સીધું જ બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. તેમને તો કોઈ પણ પ્રકારનું વળતર પણ આપવા આવ્યુ નથી.
સ્ટોરી -
એ. એમ. કમેજળીયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો