20/04/2023
હેડલાઈન
જો 69 આરોપી નિર્દોષ હોય તો 11 લોકોને કોણે બાળ્યા ?
વિગત -
નરોડા ગામ હત્યાકાંડ કેસના તમામ 69 આરોપીઓ 21 બાદ નિર્દોષ જાહેર થયા છે. જો બધા જ આરોપી નિર્દોષ હોય તો 11 લોકોને કોણે બાળી નાખ્યા હતા. 21 વર્ષ પછી પણ 11 લોકોને બાળ્યાનો પ્રશ્ન એમનો એમ રહ્યો. 2002ના ગોધરાકાંડ બાદ અમદાવાદના નરોડા ગામમાં 11 લોકોને બાળીને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘટના 28 ફેબ્રઆરી 2002ના રોજ બની હતી. નરોડા ગામ હત્યાકાંડમાં કુલ 87 આરોપીઓ હતા. તેમાથી ચુકાદો આવે તે સુધીમાં 18 આરોપીઓ મૃત્યુ પામ્યા હતા. 69 આરોપીઓ ઉપર આજે અમદાવાદની સીટી સીવીલ કોર્ટેમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. જે ચુકાદો પ્રિન્સીપાલ જજ શુભદા બક્ષીએ કર્યો હતો. અને બધા જ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ગૃહમંત્રી અમિત શાહે પણ સાક્ષી તરીકે સાક્ષી આપી હતી. આ ચુકાદો જોતા એક તરફી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો 69 આરોપીઓ નિર્દોષ હોય તો 11 લોકોને કોણે બાળી નાખ્યા. તે પ્રશ્ન અકબંધ છે. વાદી વકીલે મીડિયામાં વાત કરતા કહ્યું ચુકાદો એક તરફી હોવાથી અમે હાઈકોર્ટમા અપીલ માટે જઈશુ. આ ચુકાદાથી આરોપી પક્ષમાં આનંદનો મહોલ હતો તો બીજી બાજુ વાદી પક્ષમાં દુઃખનો મહોલ હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો