22/04/2023
હેડલાઈન –
રામ કે મંદિર મે દિયા જલે,
ઉસ કે ઉજાલો મે કુરાણ પઢા જાયે.
સબહેડલાઈન –
દરિયાપુરની ફુટી મસ્જીદમાં ભાઈચારાની વર્ષો જુની પરંપરા જાળવી રાખી,
હિન્દુભાઈઓએ મુસ્લિમભાઈને મીઠાંઈ ખવરાવી, ફુલહાર પહેરાવી, ઈદ મુબારક કર્યુ.
શનિવાર, અમદાવદ
વિગત –
દરિયાપુર વિસ્તારમાં આવેલી ફુટી મસ્જીદમાં ઈદના
તહેવારે સવારે 7.15 વાગે નમાજ પઢવામાં આવી હતી. 7.35 વાગે નમાજ પુરી થઈ હતી. નમાજ
પુરી થયા બાદ ઝોન – 4 ના DCP ડૉ. કાનન દેસાઈ
સાહેબનું ફુલહાર પહેરાવીને મુસ્લીમ આગેવાનોએ સ્વાગત કર્યું હતુ.
દિલીપસિંહ લોધા, રમેશભાઈ ઠાકોર, મહેશભાઈ
વાઘેલા, રાજેન્દ્ર શર્મા અને જંયતીભાઈ સોલંકી હિન્દુ આગેવાનોએ મુસ્લીમ આગેવાનો
અઝીઝભાઈ ગાંધી, રફિકભાઈ નગરીવાળા, ઇકબાલભાઈ શૈખ (એડવોકેટ) મૌલાના ઉસામા (ફુટી
મસ્જીદ), મનીરભાઈ શૈખ (ઈમામ.)ને ઈદ મુબારક કર્યુ.
ACP એફ ડિવિઝન પી.પી. પીરોઝીયા સાહેબ, સિનિયર PI દરિયાપુર પો. સ્ટે. જે. એમ. ચૌધરી સાહેબ,
સેકન્ડ PI દરિયાપુર પો. સ્ટે. વી. ડી. વાઘેલા સાહેબ PSI તંબુ ચોકી એમ.બી. આચાર્ય સાહેબ જેવા પોલીસ
અધિકારીઓએ ગળે મળી, ફુલહાર પહેરાવી, મીઠાઈ ખવરાવી ઈદના તહેવારની બધાઈ આપી હતી.
હર્ષ અને ઉલ્લાસ સાથે, હિન્દુ – મુસ્લીમ ભાઈ ભાઈ બનીને અને ભાઈચારાની ભાવના સાથે
વર્ષો જુની પરંપરાને ટકાવી રાખી હતી. હિન્દુ ભાઈઓએ એક બીજાને ગળે મળીને મુસ્લીમ
ભાઈઓને ઈદના તહેવારની બધાઈ આપી હતી.
હિન્દુ આગેવાનો, મુસ્લીમ સમાજના કાર્યકર્તા અને
DCP ડૉ. કાનન દેસાઈ સાહેબ ચાલતા દરિયાપુરમાં આવેલી
તંબુ પોલીસ ચોકીએ ગયા હતા. ત્યા બધાએ સાથે બેસીને ચા પીધી હતી.
દરિયાપુરમાં ફુટી મસ્જીદ 1511માં બનેલી છે.
મસ્જીદમાં 100 પીલોર આવેલા છે. આશરે 1500 થી 2000 માણસો સમાય શકે તેટલા વિસ્તારમાં
આવેલી છે. આજુબાજુ હિન્દુઓના મકાનો, મંદિરો, અને દુકાનો આવેલી છે. ઘણી વખત એવી પણ
ઘટનાઓ એવી પણ બનેલી છે કે જયારે તોફાનો ફાટી નીકળે ત્યારે મુસ્લીમ ભાઈઓ હિન્દુ
ભાઈઓને પોતાના ઘરોમાં ચુપાવી દઈને તેમને બચાવી લેતા હોય છે.આશરે હિન્દુની વસ્તી 60 % અને મુસ્લીમની વસ્તી
40 % જેટલી છે.
મુસ્લીમ સામાજીક કાર્યકર્તા ઈન્ટકવ્યુમાં જણાવે
છે કે ઘણી વખત અમે કબુતર ઉડાડીને પણ આગેવાનોનું સ્વાગત કરતા હોઈએ છીએ. કારણ કે
કબુતર એ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.
પોલીસ દળમાં મુસ્લીમ ભાઈએને રજા આપવામાં આવતી
હોય છે. ઈદના તહેવારમાં હિન્દુ ભાઈઓ બધી સુરક્ષાની વ્યવસ્થામાં ગોઠવાય જાય છે. આવી
રીતે પોલીસ દળમાં પણ ભાઈચારાની ભાવના બની રહે છે. DCP ડૉ. કાનન દેસાઈ
સાહેબે છુટા પડતી વખતે કહ્યું હતુ કે “જ્યારે તમારે
મારી જરૂર હોય ત્યારે હું તમારી બહેન બનીને ઉભી છું, અને જ્યારે મારે તમારી જરૂર
હોય ત્યારે તમે મારા ભાઈ બનીને ઉભા રહેજો.”
મુસ્લીમ આગેવાન રફિકભાઈ ભાઈચારાની ભાવના એક શેર
કહીને બતાવે છે.
રામ કે મંદિર મે દિયા જલે,
ઉસ કે ઉજાલો મે કુરાણ પઢા જાયે.
સ્ટોરી – એ. એમ. કમેજળીયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો