sangeeakhil

સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

મજબૂર થયેલા જગતના તાતને કોણ જીવવાની તાકત આપશે ઉપર આભ રૂઠ્યું છે, અને નીચે સરકાર, ધરતીનો તાત જાય તો જાય કયાં ?

 ઝાલાવાડ, 27 સપ્ટેમ્બર

મજબૂર થયેલા જગતના તાતને કોણ જીવવાની તાકત આપશે ઉપર આભ રૂઠ્યું છે, અને નીચે સરકાર, ધરતીનો તાત જાય તો જાય કયાં ?




હાલમાં ઝાલાવાડ પંથકમાં છેલ્લા એક મહિનાથી ધીમી ધારે વરસાદ વરસતો હોવાથી ધરતી પુત્ર ધ્રુજી ઉઠ્યો છે. કુદરત અને સરકાર ઉપર ખીજી ઉઠ્યો છે. કારણ કે ઉપર ભગવાન સાંભળતો નથી અને નીચે સરકાર સાંભળતી નથી. ગયા વર્ષે પાક નિષ્ફળના ફોર્મ ભરાયા હતાં, પણ હજી સુધી અમુક તાતના ખાતાંમાં એક રૂપિયો પણ સરકાર તરફથી આવ્યો નથી. એટલે સરકાર પણ ખેડુતનો પુરો બદલો લઇ રહી છે. તેવામાં છેલ્લા એક મહિનાથી ધીમો ધીમો સતત વરસાદ વર્ષી રહ્યો છે. તેના લીધે કોઇપણ પ્રકારનું કામ કરવા પણ તાત જઇ શકતો નથી.

સતત વરસાદને લીધે કપાસ જેવા પાક ઉભા સુકાય ગયા છે વીણવા લાયક કપાસ વરસાદના લીધે કાળા અને ભેજવાળા થઇ ગયા છે. કપાસ વીણે એવો થયો છે પણ તે વરસાદને લીધે વીણી શકાતો નથી, જે હાથમાં આવેલું જઇ રહ્યું છે. રોવા બેસે તો રોવું ખુટે એવું નથી અને કહેવા બેસે તો કોઇ સાંભળવા તૈયાર નથી, કારણ કે મોઘા બિયારણો વાવેલા છે, મોઘી દવાઓ છાંટેલી છે અને રાત દિવસ મજુરી કરેલી છે. તેમાથી તેને વળતર રૂપે તેના હાથમાં કેટલું આવી શકશે તે કેહવું શક્ય નથી.


Reporting & Typing :- A.M. KAMEJALEEYA

શુક્રવાર, 24 સપ્ટેમ્બર, 2021

ડૉ. ઉમેશ તરપદા ગવર્મેન્ટ સાયન્સ કૉલેજ ગાંધીનગરના પ્રોફેસરને NSSમાં સારી કામગરી બદલ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

ડૉ. ઉમેશ તરપદા ગવર્મેન્ટ સાયન્સ કૉલેજ ગાંધીનગરના પ્રોફેસરને NSSમાં સારી કામગરી બદલ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.






તા. 24/09/2021, દિલ્હી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 2019/20 માટે રાષ્ટ્રપતિ ભવનથી વર્ચ્યુઅલ મોડ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો એનાયત કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજમંત્રી નિસિથ પ્રમાનીક નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનથી સમારોહમાં હાજર રહ્યાં. રાષ્ટ્રીય સેવા યોજના વર્ષ 2019/20 માટે એનએસએસ ઍવોડ યુનિવર્સિટી, +2 કાઉન્સિલ, એનએસએસ એકમો અને તેમના પ્રોગ્રામ ઓફિસરો અને એનએસએસ સ્વયં સેવકો જેવી ત્રણ અલગ અલગ કેટેગરીમાં 42 પુરસ્કારો આપવામાં આવ્યાં.

યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દર વર્ષે યુનિવર્સિટીઓ, કોલેજો, +2 કાઉન્સિલ , વરિષ્ઠ માધ્યમિક, એનએસએસ એકમો અથવા કાર્યક્રમ અધિકારીઓ અને એનએસએસ સ્વયં સેવકો દ્વારા કરવામાં આવેલા સ્વૈચ્છિક સમુદાય સેવા પ્રત્યેના ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવા અને પુરસ્કાર આપવા માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર આપે છે.

એનએસએસ એક કેન્દ્રિય ક્ષેત્રની યોજના છે, જે સ્વૈચ્છિક સમુદાય સેવા દ્વારા વિદ્યાર્થી યુવાનોના વ્યક્તિત્વ અને ચારિત્ર્યના પ્રાથમિક ઉદ્દેશ સાથે વર્ષ 1969માં શરૂ કરવામાં આવી હતી અને 1969માં ગાંધીજીના સૌ (100) વર્ષ પૂર્ણ થયા હતા. એનએસએસનો વૈચારિક અભિગમ મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રેરિત છે. ખુબ જ યોગ્ય રીતે એનએસએસનું સુત્ર (MOTO) ‘સ્વયં પહેલાં તમે’ અંગ્રેજીમાં ‘ Not Me, But You’ છે.

સંક્ષિપ્તમાં, એનએસએસ સ્વયંસેવકો સામાજિક સુસંગતતાનાં મુદ્દાઓ પર કામ કરે છે. જે નિયમિત અને વિશેષ શિબિર પ્રવૃતિઓ દ્વારા સમુદાયની જરૂરીયાતોને અનુરૂપ વિકાસતા રહે છે. આવા મુદ્દાઓમાં સાંક્ષરતા અને શિક્ષણ આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને પોષણ, પર્યાવરણ સંરક્ષણ સમાજ સેવા કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો, આર્થિક વિકાસ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કાર્યક્રમો, આપત્તિઓ દરમિયાન બચાવ અને રાહતનો સમાવેશ થાય છે. 

આ કાર્યક્રમમાં ગાંધીનગરની ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રો. ડૉ. ઉમેશ તરપદા અને તેમની સાથે તે કોલેજના પ્રિન્સીપાલ ડૉ. મહેન્દ્ર ગીરજાસંકર ભટ્ટ દિલ્હી સુષ્મા સ્વરાજ ભવન ખાતે આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. ડૉ. ઉમેશ તરપદાને અલગ અલગ શૈક્ષણિક શિબિરો, પ્લાસ્ટિક મુક્ત ભારત, જેન્ડર સેન્સેટાઇઝેશન, દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યક્રમ આયોજીત કરવાની પહેલ કરી, સૌરઊર્જા સંબંધિત કાર્ય, ગરીબ પરીવારોને શિક્ષણ આપ્યું તેના બદલ તેમને પુરસ્કારથી અને પ્રમાણપત્રથી દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા.


ટાઇપીંગ & રિપોટર :- A. M. Kamejaleeya

સોમવાર, 20 સપ્ટેમ્બર, 2021

શેર - 2

કરમાય ગયેલી જિંદગીમાં પ્યાસ અપાર છે, 


કોન જાણે દિલના બજારમાં ગુના હજાર છે. 

#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ 

રવિવાર, 19 સપ્ટેમ્બર, 2021

ગુજરાતના નવા મુખ્યમંત્રી પાસે સંપત્તિ કેટલી છે.? અને તેમની પાસે કેટલા વર્ષનો રાજકીય અનુભવ છે. ?

ગુજરાતના નવા મુખ્ય મંત્રી (મુખ્ય પ્રધાન) તરીકે ભુપેન્દ્ર પટેલને નિમવામાં આવ્યા છે, ત્યારે બંધા લોકોને એ જાણવાની જિજ્ઞાશા વધી રહી છે કે ભુપેન્દ્ર પટેલ છે કોણ ? વિધાન સભાની કઈ બેઠક પરથી તે ચૂંટણી લડ્યા હતા ? તે કેટલીવાર ધારાસભ્ય બન્યા છે. ? તેમની પાસે કેટલા વર્ષનો રાજકીય અનુભવ છે. ? તેમની પાસે સંપત્તિ કેટલી છે. ?

 



 

ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્ય પ્રધાન બન્યા છે. તેમનું પુરુ નામ ભુપેન્દ્ર રંજનીકાંત પટેલ છે અને પત્નીનું નામ હેતલબેન બુપેન્દ્રભાઈ પટેલ છે.

ભુપેન્દ્ર પટેલ ઘાટલોડીયા વિસ્તારની બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ 2017ની ચુંટણીમાંથી ચુંટાયને આવ્યા હતા. તે પહેલી જ વાર વિધાનસભાની ચુંટણીમાં ઉભા રહ્યાં હતાં અને 1.17 લાખની લીંડ સાથે તેઓએ જીત હાજલ કરી હતી. આંનદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા પછી તેમની સીટ ઉપર ભાજપ પાર્ટીએ તેમને સીટ આપી હતી અને તેઓ પહેલા જ પ્રયાશે ચુંટાય આવ્યા હતા.

તેમણે સિવિલ એન્જિનીયરિંગનો અભ્યાસ કરેલો છે, અને વ્યવસાયે તેઓ બિંલ્ડર છે. તેમનો જન્મ 15 જુલાઈ 1962માં અમદાવાદ ખાતે થયો હતો તેઓ સરદાર ધામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. મેમનગર નગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળમાં પણ ચેરમેન રહી ચુક્યા છે.

હાલનો તેમનો રાજકીય અનુભવ જોઇએ તો ખાસ એવો કોઇ વધારે ના કહી શકાય. પણ સાવ અનુભવ નથી તેમ પણ ના કહી શકાય. ગુજરાતના વિકાસના કામોમાં તે કેવા નિર્ણયો લેશે તેનો આધાર ભવિષ્ય ઉપર જ રાખી શકાય.

2017ની ચૂંટણી વખતના સોગંદનામા પરથી મળતી માહિતી પ્રમાણે 1.15 કરોડની આસપાસ તેમની પાસે જંગમ મીલકત છે. તેમના પત્ની પાસે 71 લાખની આસપાસ જંગમ મીલકત છે. ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રીયકૃત બેંકમાં 1.15 લાખની બાંધી મુદ્દતની થાપણ છે. અને તેમના પત્ની હેતલબેનના નામે 63 હજારથી વધુની બાંધી મુદ્દતની થાપણ છે.

ભુપેન્દ્ર પટેલની 1.23 કરોડની કૂલ 28 જીવન વિમા પોલિસી લીધલ છે અને તેમના પત્ની પાસે 16 લાખની કૂલ 4 જીવન વિમા પોલિસી લીધેલ છે. ભુપેન્દ્ર પટેલે 8 લાખ રૂપિયા ઉધાર આપેલ છે અને તેમના પત્ની હેતલબેને 29 લાખ ઉધાર આપેલ છે.

ભુપેન્દ્ર પટેલ પાસે એક હુન્ડાઇ કાર છે તેની કિંમત અદાજીત 7.29 લાખ છે અને તેમના પત્ની પાસે હોન્ડા કંપનીની હોન્ડા એક્ટીવા છે, જેની કિંમત 42 હજાર છે.

ભુપેન્દ્ર પટેલ અને તેમના પત્નીના બન્નેના મળીને 25.15 લાખના સોના-ચાંદીના દાગીના અને જર જવેરાત છે. ભુપેન્દ્ર પટેલ પાસે મકાનની જમીન 16 લાખની છે. અને તેમના પત્ની હેતલબેન પાસે 30 લાખની છે.


લેખન અને ટાઈપીંગ :- અખા કમેજળીયા

શનિવાર, 18 સપ્ટેમ્બર, 2021

નવગુજરાત લૉ કૉલેજ ગાંધીનગરમાં મ્યુટ કૉર્ટ કાર્યક્રમ યોજાયો.

ગાંધીનગર સેકટર - ૨૮ની નવગુજરાત લૉ કૉલેજ માં તારીખ ૧૮/૦૯/૨૦૨૧ ના રોજ (Moot Court) મ્યુટ કૉર્ટ કમ્પીટિશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સેમેસ્ટર - ૩ & ૫ ના નવગુજરાત લૉ કૉલેજ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





         જેમા બલદાણિયા આરતીબેન જજ બન્યા હતા. રેખા ઠાકુર અને નચીકેત સ્રોત્રીયા વાદી (અપિલ કમ્પ્લેટ) પક્ષ તરફથી હતાં અને દીપ મોદી અને અશ્વિ પ્રજાપતિ  પ્રતિવાદી (અપિલ એક્યૂઝ) તરફથી હતા. જ્યારે સંદીપ રાઠોર પ્રતિવાદના સ્પોટ માં હતાં. અને હિતેન્દ્રસિંહ ઝાલા કોર્ટ માસ્ટર તરીકે ભાગ ભજવ્યો હતો. વાદી અને પ્રતિવાદી એ બરાબર ની દલિલ બાજી કરી હતી અને મ્યુટ કોર્ટ નું પુરુ વાતાવરણ વાસ્તવિક કોર્ટ જેવુ બનાવ્યું હતું. તેથી કેસ સાંભળતાં વિદ્યાર્થીઓ ને ખુબ મઝા પડી અને તેમને ઘણું જાણવા અને શીખવા મળ્યું. નવગુજરાત લૉ કૉલેજ ના પ્રિન્સીપાલ પ્રો. સ્વાગત સર પણ હાજર રહ્યા હતા. પ્રો. ભરતભાઈ રબારી અને પ્રો. કનક સર હાજર રહ્યા હતા.


શુક્રવાર, 17 સપ્ટેમ્બર, 2021

ગાંધીનગર સી. કે. પીઠેવાલા ભવનમાં આયોજીત ગણેશ વિસર્જનનો કાર્યક્રમ

ગાંધીનગર સી. કે. પીઠેવાલા ભવનમાં કોળી સમાજ હોસ્ટેલના સ્પર્ધાતમક પરીક્ષાની તૈયારી કરતા 




ને કોલેજ ના વિદ્યાર્થીઓ ગય કાલે ગણેશ વિસર્જન નો કાર્યક્રમ  ઉજવિયો  હતો અને જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા નવયુવાનો એ ભાગ લીધો હતો ગણેશ વિસર્જન ના કાર્યક્રમ માં ભરપૂર પ્રસાદી વેચવા માં આવી હતી સી કે પીઠાવાલા ભવનમાં રહેતા દરેક ભાઈઓએ પ્રસાદનો લાહવો લીધો હતો . સાથે રાસ ગરબા નો કાર્યક્રમ પણ રાખેલ હતો .જેમાં ગુજરાતના ગીર સોમનાથ, ઉના , જૂનાગઢ , સુરેન્દ્રનગર,બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, અમદાવાદ, સુરત , વગેરે જિલ્લાઓમાંથી તૈયારી કરવા આવેલા તથા કોલેજ કરવા આવેલ વિદ્યાર્થી ભાઈઓ ભરપૂર ગરબે ઘુમ્યા  હતાં.



Journalism Student :- અખા કમેજળીયા

Typing. એસ. આર. ગોહિલ

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...