sangeeakhil

મંગળવાર, 29 નવેમ્બર, 2022

9. Need || જરૂરત

9. Need || જરૂરત

         છોકરીને વશમાં કરવા માટે સૌથી પહેલા તેની નીડ શું છે, તે જાણી લેવી બોવ જરુરી હોય છે. જે છોકરો છોકરીની નીડ પારખી લે છે, તે આશાનીથી કોઈ પણ છોકરીને પોતાના વશમાં કરી લે છે. મોટા ભાગે તેની જરૂરિયાત શેની હોય છે. જેમ કે, એકલતાને દુર કરવી, તેની વાત માનવી, શરીર સુખની ઈચ્છા પુર્ણ કરવી, ગીફ્ટ આપવી, સારી સારી હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા લઈ જવી, મોબાઈલ કે મેસેજથી સતત તેની સાથે વાત કરવી, માગે તે લઈ આપવું, કોઈ વ્યસન હોય તો તે વસ્તુ પુરી પાડવી, વગેરે પ્રકારની એક છોકરીની જરુરીયાત રહેતી હોય છે. આ બધા પ્રકારની જે વ્યક્તિ નીડ પુરી કરશે તેની વશમાં આસાનીથી છોકરી આવી જાય છે. આ બધી પ્રક્રિયામાં પ્રેમ જેવું કશું જ હોતુ નથી, માત્ર જરુરીયાત જ હોય છે. મોટા ભાગના છોકરાઓ આવી નીડને પ્રેમ સમજી બેસે છે, જ્યારે આવો સંબંધ તુટે છે ત્યારે દુઃખ સિવાય બીજું કશું જ મળતું નથી. કારણ કે આવી જરુરીયાત કોઈ બીજો છોકરો પુરી કરવા લાગશે ત્યારે તે જ છોકરી લાત મારશે. દુર કઈ ફેકી દે છે, તમને ખબર પણ નહી પડે. સમય પ્રમાણે છોકરીની જરુરીયાત બદલાતી રહે છે. દુઃખની વાત એ છે કે આવી નીડનું પ્રમાણ દિન-પ્રતિદિન છોકરીઓમાં વધતું જાય છે. 

#Midnight_Love_Line 

By A. M. Kamejaleeya

સોમવાર, 28 નવેમ્બર, 2022

8. મર્યાદા || Midnight Love Line

8. મર્યાદા

       સ્ત્રીની અંદર મર્યાદા ના હોય તો તે નિવસ્ત્ર જેવી લાગે. એટલા માટે જ કહ્યું છે કે મર્યાદા એ સ્ત્રી નું ઘરેણું છે. ક્યાં ખાવું જોઈએ, ક્યાં રહેવું જોઈએ, પુરુષોની વચ્ચે કઈ રીતે વર્તવું જોઈએ, વસ્ત્રોનું પ્રદર્શન કેટલું કરવું જોઈએ. આવા બધાં પ્રશ્નોનું નિરાકરણ સ્ત્રી એ જાતે કરવાનું હોય છે. જે સ્ત્રી મર્યાદામાં નથી રહેતી તે અત્યારના સમયમાં સૌથી વધારે યુઝ થાય છે. ચાહે તે શારીરિક હોય કે માનસિક હોય કે પછી તે આર્થિક હોય. એજ્યુકેટ અને ભણેલી ગણેલી સ્ત્રી આનો સૌથી વધારે ભોગ બને છે. તેમાં પણ જે નીચી જાતિની સ્ત્રી છે તે વધારે ભોગ બની છે, અને જે ભોળી સ્ત્રી છે તે વધારે ભોગ બની છે. નામ પ્રેમનું આપવામાં આવે છે પણ કામ યુઝ કરવાનું હોય છે. નોકરીના સ્થળે એજ જોવામાં આવે છે કે કઈ સ્ત્રી કેટલી મર્યાદામાં રહે છે અને જે સ્ત્રી મર્યાદાની બહાર ગઈ પુરુષ તેનો સૌથી પહેલો શિકાર કરે છે. સ્ત્રીને તેની ખબર પણ નથી રહેતી. મર્યાદા ગઈ એટલે માની લેવાનું કે તમારી ઈમેજ ગઈ. 

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

સમાય જવું છે.

#સમાય જવું છે.

ઘડીક તમે ઉભા રહો તો એક બે વાત કહેવી છે,
મળો જો તમે મને, તો મીઠપની મજા લેવી છે.

યુવાનીમાં હવે ઘડીવાર પણ જીરવાય એવું નથી,
મળે જો આલીગન આપનું, તો સમાય જવું છે.

અંધકારમાં એકાંત, અંગ મારું હવે કોરી ખાય છે,
વેદના વહાવી આંખથી હવે શયનખંડ ભીંજાય છે.

તન તડપે, મન છલકે, આ રોગની ઔષધ લેવી છે,
મળે કોઈ તબીબ એવા, તો હવે ઉંઘની દવા લેવી છે.

વર્ષો વીતી ગયાં "અખિલ", તે છેલ્લી મુલાકાતના, 
પરદેશી થઈ ગયા કે શું ?, અમે નથી રહ્યાં ખુદનાં.

  — સંગીઅખિલ "સંગ"

ચિત્રોની રક્ષા

#ચિત્રોની રક્ષા

Pic. By A. M. Kamejaleeya



       ઇન્કમટેક્સ બ્રિજના પિલર પર સ્વતંત્ર સેનાનીના ચિત્રો લગાવવામાં આવ્યા છે. જે અદ્દભુત દેખાય રહ્યા છે. જે આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રુપે લગાવવામાં આવ્યા છે. જેમાં મંગલ પાંડે, છત્રપતિ શિવાજી મહારાજ વગેરે જેવા અનેક ચીત્રો છે. તેની સાથે તેમનાં સુત્રો પણ લગાવવામાં આવ્યા છે. જે સુરવીરતાની એક ભાત પાડે છે. હવે જોવાનું એ છે કે રાજકારણીઓ , કંપનીઓ વગેરે જેવાના પોસ્ટરો આ ચિત્રોને ભૂંસીને તેમના નવા ચિત્રો ના લગાવે તો વધારે સારું. "જબ હૌસલે બુલંદ હોં, તો પહાડ ભી એક મીટ્ટી કા ઢેર લગતા હૈ," આ વાક્ય છત્રપતિ શિવાજી મહારાજનું છે તે મોટીવેશન માટે ઘણું ઉપયોગી છે. તેવું જ મંગલ પાંડે નું વાક્ય છે. "જબ આપ અપને દેશ કી રક્ષા કરતે હો તો ધર્મ કી રક્ષા સ્વયં હો જાતી હૈ." હવે આ સ્વતંત્ર સેનાનીના ચિત્રોની રક્ષા આપણે કરવાની છે.

By A. M. Kamejaleeya

રવિવાર, 27 નવેમ્બર, 2022

મોંઘવારીનો માર સહન ક્યાં સુધી કરવાનો ?

#મોંઘવારીનો માર સહન ક્યાં સુધી કરવાનો ?


       ભારતમાં દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. સરકારો નજર ફેરવીને પાસું વાળીને જોવા પણ તૈયાર નથી. ચાહે તે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય. તે પોતાના જ કામમાં વ્યસ્ત છે. મોંઘવારીનો મુદ્દો જ્યારે જ્યારે નાગરીકોએ ઉઠાવ્યો છે ત્યારે ત્યારે સરકારોએ નાગરીકોને કોઈ બીજા જ મુદ્દોમાં ડાઈવેટ કરી નાખ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર વખતે હોસ્ટેલની ફિમાં થોડો અમથો વધારો થયો હતો ત્યારે સરકારને પાડી દીધી હતી. તો અત્યારે કેમ સરકાર સામું જોવા તૈયાર નથી. જ્યારે કોઈ પત્રકાર નેતાઓને મોંઘવારીનો સવાલ કરે છે ત્યારે વિદેશ કરતા આપણા દેશમાં ઓછી મોંઘવારી છે તેવો જવાબ આપે છે. સામાન્ય લોકોને આ મોંઘવારી પરવાડે તેવી નથી. મંજૂર વર્ગ જેટલું કમાવીને લાવે તેના કરતાં તો ખાવા પીવાના ખર્ચા વધારે હોય છે. તેથી તેમના લગ્ન પ્રસંગના ખર્ચા માટે બહાર થી પૈસા ગોતવા પડે છે. તેના કારણે મંજૂર વર્ગ દેવામાં ડુબેલો જ રહે છે. આ વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પક્ષો કરોડોના ખર્ચા કરે છે. મંજૂર વર્ગ પાસે વોટ માગે છે. તો હવે સમજવાનું સામાન્ય વર્ગે છે કે તેને કેવી સરકાર જોઇએ છે. મોંઘવારીમાં વધારો કરે તેવી સરકાર જોઇએ છે કે પછી ઘટાડો કરે તેવી સરકાર જોઇએ છે. મોંઘવારીની  સામે રોજગારી જોવા જઈએ તો પેપરો સતત ફુટતા રહ્યા છે. ખાલી જગ્યાઓ ખાલી રહી છે. આ બધાય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોએ વિચાર કરવાનો છે કે તમારે હવે કોને વોટ આપવો ? મોંઘવારીનો માર ક્યાં સુધી સહન કરવાનો ?


By A. M. Kamejaleeya

All States Advocate General

All States Advocate General




ગુરુવાર, 24 નવેમ્બર, 2022

7. સ્ત્રીનો નશો || Midnight Love Line

7. સ્ત્રીનો નશો


    એક સ્ત્રી પુરુષને આસાનીથી પોતાના મોહપાશમાં બાધી શકે છે, પુરુષને એની જરા પણ ગંધ પણ આવવા દેતી નથી. મોહપાશમાં બાંધવા માટે સ્ત્રી સર્વસ્વ આપવા તૈયાર થઈ જાય છે. બુદ્ધિમાનમાં બુદ્ધિમાન પુરુષને પણ એવું લાગે છે કે તે મને પ્રેમ કરે છે. પણ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. કામ પતી ગયા પછી એજ સ્ત્રી એને જોરદારની લાત મારે છે. આ સ્વભાવ દરેક સ્ત્રીમાં રહેલો હોય છે, કોઈ કોઈ તેનો ઉપયોગ કરી લે છે. સ્ત્રી જેટલી ભોળી એટલી એ વધારે ખતરનાક હોય છે. કારણ કે કાયમ બાજુમાં સુવાડેલા પુરુષને પણ એક સેકન્ડના છઠ્ઠા ભાગમાં છોડી દે છે. કાયમને માટે સુવડાવી દે છે. એ જરા પણ વિચારતી હોતી નથી. તેના દાખલા દેશ અને દુનિયામાં અઢળક છે. એટલે જ એવું કહેવાય છે કે ભાંગ મદિરાનો નશો કરવો સારો, પણ સ્ત્રીનો નશો કરવો વિનાશકારી છે. ભાંગ મદિરાનો નશો માણસને માત્ર સાનભાન ભુલાવે છે, પણ સ્ત્રીનો નશો પુરુષને જીવતા સળગાવે છે. જો પુરુષ સમયસર પાછો ના વાળ્યો તો પતન થવામાં વાર નથી લાગતી. 


#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

બુધવાર, 23 નવેમ્બર, 2022

6. અમદાવાદનો અંધકાર || Midnight Love Line

6. અમદાવાદનો અંધકાર

અમદાવાદના અંધકારમાં અને નશામાં માણસને ખોવાતા વાર નથી લાગતી. માણસ પાસે દોલત અને ચોહરત આવે છે ત્યારે તે સંબંધ ને તાળા મારી દે છે. અમદાવાદની આ મોટી ખામી છે, જે નશામાં ડુબાડી દે છે અને નાશ કરી નાખે છે. ચાહે તે નશો પૈસાનો હોય કે પ્રોપર્ટીનો હોય કે પછી પ્રેમનો હોય કે નશીલા પદાર્થનો હોય. માણસને ખતમ કરી નાખે છે. તેથી જ કહેવાય છે કે માણસ પૈસાથી બધુ જ ખરીદી શકે છે પણ ઈમાનદારી નહી. કારણ કે ઈમાનદારી સંસ્કારમાંથી મળતી હોય છે. ઈમાનદાર વ્યક્તિ અંધકારમાં એકલા પડવા નહી દે. તે લડશે, ઝગડશે, બધુ કરશે પણ રહૃયના મધ્ય ભાગમાં રાખશે. તે છતા અમદાવાદ મોટા મોટા કદાવરને ગળી ગયું છે. અપ્સરાઓને પી ગયું છે. અમદાવાદના અંધકારમાં આગ ચાંપીને અજવાળું તો કરી શકાય છે, પણ તે આગ ઘણાં બધાંના ઘરો બાળીને ભસ્મ કરી નાખે છે. રડતાં અને રઝળતા કરી નાખે છે. પછી માણસ પોતાનાં જ મન ઉપર પોતાનો કાબુ ગુમાવી દે છે અને પોતાના ડિસીઝન કોઈ બીજો વ્યક્તિ લે છે. જેનું પરિણામ આપણે ભોગવવું પડે છે. 

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...