નિષ્ફળ કોન ન્યાયતંત્ર, પોલિસતંત્ર કે મીડિયા ?
UPની અંદર જે ઘટના બની તે એક શરમ જનક અને લોકોને વિચલિત કરે તેવી ઘટના બની છે. તેમા મીડિયાએ અને પોલિસતંત્ર પણ એટલો જ ભાગ ભજવ્યો છે. મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જતા અતિક અને તેના ભાઈ અશરફને ત્રણ શખ્સોએ જાહેરમાં ગોલી મારીને હત્યા કરવામાં આવી હતી.
અતિકને UPની જેલમાં મારી નાખવાનો ડર હતો એટલે જ તેને ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં શીફ્ટ કરવામાં આવ્યો હતો. મીડિયા પણ એ સારી રીતે જાણતું હતું. પોલિસતંત્ર પણ એ જાણતું હતું. ન્યાયતંત્ર પણ એ વાતથી અજાણ નહોતું. કે અતિક અને અશરફનું મર્ડર થવાની પુરી શક્યાતા છે.
અમદાવાદના લતિફ ડોન માટે તે સમયે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર કોર્ટની પૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. છેલ્લે તેને પણ એન્કાઉટર કરીને મારી નાખવામાં આવ્યો હતો. અતિફ અને અશરફ માટે કેમ જેલની અંદર અદાલતની વ્યવસ્થા ઉભી કરવામાં ના આવી ? શું ઉત્તર પ્રદેશ સરકારની એવી નીતિ હતી કે તેને ફરતો રાખીને મારી નાખવો. આતો ભારતના ન્યાયતંત્રનું હનન થયું ગણાય. પ્રશ્ન એ ઉભા થાય છે કે જેલની અંદર કેમ અદાલતની વ્યવસ્થા ઊભી કરવામાં ના આવી ? પોલિસતંત્રથી કેમ આટલી મોટી ચુક થઈ ? મીડિયાએ વિચલીત કરતી તસ્વીરો સીધી જ કેમ બતાવી ?
ન્યાયતંત્ર ઉપર, સુરક્ષાતંત્ર ઉપર અને મીડિયા ઉપર ઘણા સવાલો ઉભા થાય છે. મારવાવાળા પણ મીડિયા કર્મીના વેશમાં આવ્યા હતા. જેમને પત્રકારત્વનું નાક વાઢ્યું છે. જેને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે પત્રકાર વેશ બદલીને વાર ના કરે.
By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો