sangeeakhil

રવિવાર, 29 મે, 2022

PGVCL જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપરનું કવર તો સેફ હતું પણ પેપરના સીલ ટુટેલા જોવા મળ્યા હતા.



 

PGVCL જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં નવી રીતે ગેરરીતિ જોવા મળી. જેમાં પેપરનું કવર તો સેફ હતું પણ પેપરના સીલ ટુટેલા જોવા મળ્યા હતા. તેનો મતલબ એમ થયો કે પહેલેથી તે પેપર કોઈના હાથમાં આવી ગયાં હતાં. ગેરરીતિ કર્યાં બાદ કવરમાં પાછાં મૂકી દેવાયાં હતાં. જે માહિતીTV9 Gujarati અને Sandesh મારફતે માહિતી મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આમા સરકાર શું કરે છે ? કોઈ પગલાં લે છે કે પહેલાંની જેમાં ચેપટર કલોઝ કરી દે છે.

Source :- TV9 Gujarati, Sandesh


By A. M. KAMEJALEEYA

ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે.


કોરોના ધીરે ધીરે જતો જાય છે. ત્યારે કોરોનાના કારણે કોર્ટો બંધ થયેલી તે હળવે હળવે શરું થઈ રહી છે. લોકોના કેસ બોર્ડ ઉપર આવી રહ્યા છે. મુદ્દતની તારીખો પડવા લાગી છે. કોર્ટના પરીસરમાં જોતા એવું લાગી રહ્યું છે કે ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. કાયદાથી ઓછા ડરતા હોય તેવું કોર્ટની અંદર લોકોને જોતાં લાગી રહ્યું છે. તેવી જ રીતે બોટાદની જિલ્લા કોર્ટમાં પણ એવો માહોલ જોવા મળી રહ્યો છે.


By A. M. KAMEJALEEYA


શનિવાર, 21 મે, 2022

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરલા ગામે પોલીસ કસ્ટડીમાં આધેડનું મૃત્યુ






શનિવાર સરલા, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરલા ગામે પોલીસ કસ્ટડીમાં આધેડનું મૃત્યુ થયું છે. મૂલી હોસ્પિટલમાં બોડીને મુકીને પોલીસ નીકળી ગયા હતા. તેથી કોળી દેવજીભાઈ બાવળીયાના પરીવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. FSL રિપોર્ટ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલેલ છે.  કોળી પરીવારની માગ છે કે જે પોલીસ અધિકારીઓએ આ કૃત્ય કર્યું છે તેના ઉપર એક્શન લેવામાં આવે અને ફરિયાદ નોંધાવામાં આવે. નિવેદન લેવાના બહાને કોળી દેવજીભાઈ બાવળીયાને અધિકારીઓ પોલીસ સ્ટેશન લઈ ગયેલા. ત્યા તેમનું ગોધી રાખવાથી, માનસિક અને શારીરિક ટોરચર્ડ કરવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.


By A.M. KAMEJALEEYA


શુક્રવાર, 20 મે, 2022

#કયા ગયા

 



#કયા ગયા?


એ સથવારા ક્યા ગયા? એ હમસફર કયા ગયા?
એકલા ફરો છો હવે સાહેબ, એ પડછાયા ક્યા ગયા?

કાલ સુધી કલાકો વાત કરતા, ચાના પ્યાલા સાથે ભરનારા,
જેના નામથી તમે મલકાતા, એ ઢળતી સાંજે વાટ જોનારા ક્યા ગયા?

રાત્રે ઊંઘ ઉડાડનારા, સપનાઓમાં આવનારા કયા ગયા?
હાથ જાલી હાલનારા, "કવિ" તબિયત પાણી પુછનારા કયા ગયા?

ચલચિત્ર સાથે જોનારા, જમવા સાથે બેસનારા ક્યા ગયા?
એકાંતના ભેરુ, રાત્રે મળનારા, ભેગા સહવાસ કરનારા કયા ગયા?


— સંગીઅખિલ "સંગ"

By A.M. KAMEJALEEYA


ગુરુવાર, 19 મે, 2022

માયકાંગલા નથી

 


#માયકાંગલા નથી.
તું આવે અને મને રડાવી જાય, એટલા અમે માયકાંગલા નથી.
એવા તો લાખો આવેને જાય, એટલા અમે લોભામણા નથી.


અમે ચાના શોખીન છીએ સાહેબ, ભાગ મદિરાનો નશો અમને ના ફાવે.
અફિણની શું ઓકાત નશામાં રાખવાની, અમે આંખોના જામ પીનારા છીએ.


ફરતી હશે બે - ચાર વાતો અમારી ડાયરામાં, એટલા અમે બદમાશ થયેલા માણસ નથી.
આતો 'કવિ' તમારા વિશે વાત થાય છે અમારી, બાકી અમે દગાખોર ચાહનારાને છોડતાં નથી.


- સંગીઅખિલ 'સંગ'

કાળઝાળ ગરમીમાં પશુપાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

 


કાળઝાળ ગરમીમાં પશુપાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ધોમધખતા તાપમાં અને આગ ઝરતાં તડકામાં ધણને ક્યાં ઉભું રાખવું એ પ્રશ્ન મુંઝવી રહ્યો છે. ઓછાં છાંયડામાં પણ અબોલ પશુઓ સંપીને એક સાથે ઊભા છે. જ્યારે આપણે ઓછી સુવિધાને કારણે લડી પડીએ છીએ. આગાહી કરવાવાળા ચોમાસું વહેલું હોવાની માહિતી આપે છે. જેટલું ચોમાસું વહેલું બેસે તેટલી પશુઓને અને પશુપાલકોને વહેલી શાંતિ મળશે. પશુઓને પાવા ઘણી વખત પાણી પણ મળતું હોતું નથી. તેવા સંજોગોમાં ચોમાસું વહેલું બેસે એજ હિતાવહ છે.


By A. M. KAMEJALEEYA

અમદાવાદની સફરે... ભાગ - 2 મોંઘવારી

અમદાવાદની સફરે... ભાગ - 2

મોંઘવારી




માણસના અસ્તિત્વના સમયે માણસની ઘણી પ્રજાતિ હતી. જે ઑસ્ટ્રિલીયા, અમેરિકા, આફ્રિકા જેવા અલગ અલગ વિસ્તારોમાં વચેલી હતી. કુદરતી પ્રકોપ અને અંદરો અંદરની લડાઈએ તેમને ખતમ કરી નાખી. હાલ જે એક પ્રજાતિ બચી તે છે "સેપિયન્સ", એટલે કે આપણે. એ વખતે નાતો ભગવાનનું કોઈ અસ્તિત્વ હતું અને નાતો ભૂતોનું. હતું બસ માત્ર પશુ, પ્રાણી,પક્ષી અને પ્રકૃતિનું. મોંઘવારીનું કોઈ અસ્તિત્વ નહોતું.


મોંઘવારીના મારથી અમદાવાદવાસીઓ મરી રહ્યાં છે. પોતાના જ પરિવારથી વિખુટા પડી રહ્યાં છે. સ્ત્રીઓ પોતાનો વ્યવસાય બદલી રહી છે. લોહીના વ્યવસાયમાં ધકેલાઈ રહી છે. અમદાવાદમાં એવા ઘણા પરિવારો છે જે પોતાના પરિવારની સ્ત્રીને એ કામ કરવા પ્રોતસાહિત કરે છે અને મોકલે છે. ઘણી સ્ત્રીઓ એવી છે જે પોતાના દુધ પીતા બાળકને રડતા મુકીને જાયે છે. તેમા પણ કોરોનામાં અને કોરોના પછી તેમા ઘણો વધારો થયો છે. કોલેજમાં ભણતી કે નોકરી કરતી સ્ત્રી પાર્ટટાઈમ માટે પણ પ્રોસિટ્યુશનના વ્યવસાય કરવા મજબુર બની ગઈ છે. મોંઘવારીના મારથી પોતાનું ઘર ચલાવી શકાય એટલા પણ પૈસા આવતા નથી. ના છુટકે આમા જોડાવું પડે છે અને ડોર ટુ ડોર કે હોટલ ટુ હોટલ સર્વિસ આપવી પડે છે. લોહીનો વ્યાપાર ગરીબ સ્ત્રીઓ જ કરે છે એવું નથી પણ જે સ્ત્રીઓ પ્રોફેશનલ બેગ્રાઉન્ડ ધરાવે છે તે પણ જોડાયેલી છે. એમ કહી શકાય કે મોંઘવારીનો માર બધા જ પરિવારોને પડેલો છે.


મોંઘવારીની સમસ્યાને ઉકેલવાના બદલે ધર્મની અને જાતીપાતીની સમસ્યાને સત્તાધારી વ્યક્તિ પેદા કરાવી રહ્યા છે. જેથી કરીને મોંઘવારીને મુખ્ય મુદ્દો બનાવી ના લે અને પોતાની સત્તા સામે પ્રજા ના ચઢી બેસે. ભારતની આજુબાજુના દેશો બાંગ્લાદેશ, શ્રી લંકા, મ્યાનમાર, પાકિસ્તાન, નેપાલ જેવા પાડોશી દેશોએ મોંઘવારીના મારથી પોતાના દેશમાં ઉથલપાથલ મચાવી દીધી છે. દુનિયાના ઘણા દેશોમાં યુદ્ધો ચાલી રહ્યા છે. આ યુદ્ધના મુળ કારણોમાં જોવા જઈએ તો મોંઘવારી છે.


પહેલાના સમયમાં પરિવારનો એક સભ્ય નોકરી કરતો અને પરિવારના બાકીના સભ્યો શાંતિથી ખાતા હતા. અત્યારે પરીવારના બધા જ સભ્યો નોકરી કરે છે તે છતા શાંતિથી ખઈ નથી શકતા તેનુ મુખ્ય કારણ છે મોંઘવારી. આ મોંઘવારીને સામે લડવા માટે અમદાવાદમાં યુવાનો પાવડર વેચતા થઈ ગયા છે. નગ વેચતા થઈ ગયા છે. કસ્ટમર સાથે અને પોલીસ સાથે ડીલ કરી લેતા હોય છે. 


અમદાવાદમાં રહેતા માણસની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ના તો તે આઘો જઈ શકે છે અને ના તો તે અમદાવાદમાં રહી શકે છે. જો તે આઘો જાય તો ડુબી જવાની બીક રહે છે અને અમદાવાદમાં રહે તો મોંઘવારીનો માર સહન કરવો પડે છે. સત્તાધારીઓ જેમ લડાવે તેમ લડવું પડે છે અને મરવું પડે છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાવુ શું ?  અને રહેવું ક્યા એ પ્રશ્ન અમદાવાદીઓ સતાવી રહ્યો છે.


મોંઘવારીનો પ્રશ્ન પોતાના દેશમાં કદી સોલ થાય એમ જ નથી. માત્ર તેને નવી નવી સમસ્યાઓ ઉભી કરીને નિયંત્રણમાં રાખી શકાય એમ છે. મોઁઘવારીનો ઉકેલ એક રીતે જ થઈ શકે. જે વ્યક્તિ કે દેશ મુડીનું નિયંત્રણ કરતો હોય તે ઉકલવા માગે તો નહિતર યુદ્ધ થઈ શકે પણ મોંઘવારીનો ઉકેલ ના થઈ શકે.


મોંઘવારી એક વ્યક્તિ કે એક દેશને નડી રહી છે એવું નથી પણ પુરી દુનિયાને નડી રહી છે. પુરી દુનિયા મોંઘવારીની આગમાં બળી રહી છે કદાચ કોઈની પાસે બેંક બેલેન્સ થોડું વધારે હોય તો તેને ખબર થોડી મોડી પડે એવું બને પણ મોંઘવારીની આગ એને પણ છોડતી તો નથી.


અમદાવાદની વધુ વાત આવતા એપીસોડમાં......

 

By A. M. KAMEJALEEYA

બુધવાર, 18 મે, 2022

મોંઘવારીના મુદ્દાને ભટકાવાનું અને સત્તામાં ટકી રહેવાનું કામ અત્યારે સત્તાધારીઓ કરી રહ્યા છે. ધર્મના નામે, પક્ષ પલટાના નામે, કોમના નામે


મોંઘવારીના મુદ્દાને ભટકાવાનું  અને સત્તામાં ટકી રહેવાનું કામ અત્યારે સત્તાધારીઓ કરી રહ્યા છે. ધર્મના નામે, પક્ષ પલટાના નામે, કોમના નામે

BY A.M. KAMEJALEEYA


મંગળવાર, 17 મે, 2022

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના દેવગઢ ગામે આકાશમાંથી ગાળ આકારના ગોળા પડ્યા.






       સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના દેવગઢ ગામે આકાશમાંથી ગોળ આકારના ગોળા પડ્યા છે. તેવી રીતે આણંદ જિલ્લા ના ગામોમાં અને વડોદરા જિલ્લાના ગામોમાં પણ આવા પદાર્થો પડ્યા છે. સુરેન્દ્રનગર, આણંદ અને વડોદરામાં એક સીધી રેખામાં પડ્યા છે. તેથી કોઈ એક જ અવકાશી પદાર્થમાંથી છુટા પડ્યા હશે તેવું માની શકાય છે. લોકોએ આવું પહેલીવાર જોયું હોવાથી કુતુહલ પેદા થયું છે. આ બધા જ ગોળાઓ પોલિસે પોતાના કબ્જામાં લઇ લીધા છે. વધુ જાણકારી માટે ફોરેન્સિકને સોંપવામાં આવ્યા છે. જે કાળા કલરના મટિરિયલથી કવર કરવામાં આવેલ હતા. આ મટિરિયલને સળગાવવાનો ટ્રાય કર્યો તો તે સળગ્યું પણ નહોતું. તેથી તે કોઈ ખાસ છે તેવું માની લીધું હતું. ઘણા લોકોનું માનવું છે કે આ ગોળા કુત્રિમ ઉપગ્રહમાંથી છુટો પડેલો કાટમાળ હોવો જોઇએ. તેની વધુ જાણકારી ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી મળી શકશે.


By A.M. KAMEJALEEYA

સોમવાર, 16 મે, 2022

અમદાવાદની સફરે / ભાગ - 1

 પ્રસ્તાવના


અમદાવાદની સફરે નીકળવા માટે તમારે પહેલા આંખ ખોલવી પડશે. મનથી તૈયારી બતાવવી પડશે. અમદાવાદની રાત્રી ખતરનાક છે કે દિવસ ખતરનાક છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. જાતે પ્રવાશે નીકળવું પડશે. નાનકડો બગલથેલો સાથે લેવો પડશે. તેમા કપડા અને મેકઅપનો સામાન ઓછો અને હથિયાર વધારે રાખવા પડશે. કારણ કે સેલ્ફ ડિફેન્સ માટે. ક્યાં ?, ક્યારે ?, શું બને તેની કોઈને ખબર હોતી નથી. અહી ડાહ્યા લોકોથી લઈને ડોન સુધીના કનેકશન છે. વિચારતા વાર લાગે એટલી વારમાં આખા અમદાવાદમાં વાત પહોચી જાય છે.


અમેરિકામાં ફોન કરી ડરાવીને પૈસા પડાવવામાં આવે છે. અહીં લાખો કરોડોના કારોબાર થાય છે. પોતાના જ પાતાનાથી પારકા થાય છે. રાજકારણ દરેકના લોહીમાં ભળેલું છે. અહીં વહેવાર ઓછા અને તહેવાર વધારે ઉજવાય છે. અધંકારમાં લાખો લોકો હોવા છતા એકલા પાડી તેવું અમદાવાદ છે. સફર નાની છે, પણ મઝાની છે. તમને વાંચવાનો આનંદ આવશે તેવી આશા રાખું છું, તો થઈ જાવ તૈયાર અમદાવાદની સફરે નીકળવા...





પ્રકરણ – 1


અમદાવાદમાં આંટા મારવાની મઝા છે. જોવાની અને જાણવાની મઝા છે. અમદાવાદમાં જેટલી મઝા છે એટલી જ ત્યાં ખતરાની ઘટડી પણ રણકતી રહે છે. અમદાવાદમાં એકવાર તમે આવી ગયા પછી તે તમને જલ્દી છોડતું નથી. પકડી રાખે છે, ઝકડી રાખે છે. અમદાવાદમાં એવું કહેવાય છે, કે ત્યાં તમને રોટલો મળે પણ ઓટલો ના મળે. મત્તલબ કે તમને ખાવા માટે રોટલો મળે પણ રહેવા માટે મકાન નહી. જે અમદાવાદમાં એકવાર ટકી ગયાં એ બાકીની કોઈપણ જગ્યાએ પછી ટકી જાય છે.


અમદાવાદમાં ઘણા લોકો વિદ્યાર્થી લાઈફથી લઈને વૃદ્ધા અવસ્થા સુધીની લાઈફ કાઢી નાખે છે. એટલે વિસ્તરતું અને વિકસતું જાય છે. અમદાવાદમાં ઘણાં લોકોની લાઈફ બની જતી હોય છે તો ઘણા લોકોની જિંદગી આંટીએ છડી જતી હોય છે. અમદાવાદમાં લવલાઈફ અને સેક્સલાઈફમાં અડધી જિંદગી નીકળી જતી હોય છે. એના પછી સંસાર લાઈફ જીવવાનું શરૂ કરે છે. અમદાવાદમાં ડોર ટુ ડોર સર્વિસ મળી રહે છે અને હોટલ ટુ હોટલ સર્વિસ પણ મળી રહે છે. એટલા માટે લોકો અહીં આબાદ કરતા બરબાદ વધારે થાય છે. અમદાવાદમાં એવું કહેવાય છે કે ક્યાં અટકવું ? અને ક્યાં છટકવું ? જેને ખબર પડી ગઈ એને લટકવું ના પડે.


અમદાવાદ તમને પ્રેમ કરતા પણ શીખવાડે છે અને નફરત કરતા પણ શીખવાડે છે. છેલ્લે સાબરમતીમાં છલાંગ મારતા પણ શીખવાડે છે. આ અમદાવાદ છે અહી એક ક્ષણે આનંદ છે તો બીજી ક્ષણે દુઃખનો દરિયો. છોકરી તમને સામેથી પ્રપોઝ પણ કરશે અને કામ પતી જશે એટલે લાત મારીને દુર પણ ફેકી દેશે. લાલ ડ્રેસ અને લાલ ફિલથી તમને આનંદનો અનુભવ પણ કરાવશે અને શિકારી બનીને તમારો શિકાર પણ કરશે. અહી મતલબી માણસો છે અને બેરંગી દુનિયા છે. એક સાંજે તમારી સાથે ખાસે પીસે અને પ્રેમ કરશે. બીજી સાંજે બીજા સાથે ખાસે પીસે અને પ્રેમ કરશે. એક નહી અનેક બોયફ્રેન્ડ ધરાવતી છોકરી પણ તમને જોવા મળી શકે છે. માટે કોઈ દિવસ તમને એવો અનુભવ થાય તો એવું ના લગાડવું કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે કારણ કે પેટ ભરાય ગયા પછી તેને એઠ્ઠું (જુઠ્ઠું) છોડવું જ પડે છે.


સવારે સવિતા સાંજે સરિતા અને રાત્રે રાની બાજુંમાં હોય તો એ નવી વાત નથી. કારણ કે અત્યારે ઈમાનદારી અભરાઈ ઉપર ચડી ગઈ છે. માટે ઈમાનદાર ઓછાને આબરુ લુટવાવાળા વધારે જોવા મળશે. મારા ભાઈ આ અમદાવાદ છે. અહી સવારે પ્રેમ થાય છે, બપોરે ડેટ થાય છે અને સાંજે સેક્સ થઈ જાય છે. આ ઝડપી યુગમાં બધુ ઝડપી થઈ જાય છે.


અહી મીઠું બોલીને મલાઈ ખાવાવાળા વધારે અને દવાની માફક કઠવું કહેવાવાળા ઓછા મળે છે. લુંટાઈ જવામા વાર નથી લાગતી અને ચુંટાઈ જવામાં વર્ષો નીકળી જાય છે. અહી બાળકની માફક બિવડાવે છે અહી રખડતા ઢોરની માફક ભગાડે છે. અહી કપડાની માફક પ્રેમ બદલાય છે અને ફેકાય છે. અહી વિટામીન એમ મોઢું પણ ખોલાવરાવે છે અને શરીરના કપડા પણ ઉતરાવે છે. આ અમદાવાદ છે જેટલું વહાલું છે એટલું જ ડરામણું છે.


તમે કામ લાગશો તો કલાકાર કહેવાશો. નહિતર તમે કલંકીત કહેવાશો. અમદાવાદમાં આવડત છે. અમદાવાદમાં શિક્ષણ છે. અમદાવાદમાં રાજકારણ છે. અમદાવાદમાં મઝા છે.


અમદાવાદની વધુ વાત આવતા એપીસોડમાં......



BY A.M. KAMEJALEEYA

મંગળવાર, 10 મે, 2022

સેપિયન્સ

સેપિયન્સ




યુવલ નોઆ હરારી લિખિત સેપિયન્સ માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ બુક વાંચવાની શરુઆત કરી દીધી છે. જે મને ખાસા સમયથી વાંચવાની ઈચ્છા હતી. જે હાલ પુરી થઈ રહી છે. જેનો હ્રદયમાં આનંદ અનુભવુ છું. જેનો ગુજરાતીમાં અનુવાદ રાજ ગોસ્વામીએ કર્યો છે. આ પુસ્તક વિશ્વ બેસ્ટ સેલર રહ્યું છે. જે હિબ્રુ માં ૨૦૧૧માં લખાયું હતું અને અંગ્રેજી માં ૨૦૧૪ માં અને ૨૦૨૦માં તેનો ગુજરાતી અનુવાદ થયો છે.

બિલ ગેટ્સ આ પુસ્તક વાંચી ને એવું કહે છે કે "હું એ લોકો ને સેપિયન્સ વાંચવાની ભલામણ કરું છું, જેમને માનવ પ્રજાતિના ઈતિહાસ અને ભવિષ્યમાં રસ છે."

By A.M. Kamejaleeya

ગામડાનો ડોહો

ગામડાનો ડોહો




બપોરના બેનાં ગાળામાં ૬૨ વર્ષનો ડોહો ટ્રેક્ટરની ટ્રોલી ઉપર ચડીને સરસ મજાનું કડબનું મોટું ખડકે છે. એ પણ ૪૫ થી ૫૦ ડિગ્રી તાપમાનમાં,બાકી તો બધા બાના છે, કામ નહી કરવાના અને તાપ, તડકો અને લૂ લાગવાના. ખેડુતની નોકરી ૨૪ કલાકની હોય છે. એ સુતો પણ જાગતી આંખે જ હોય છે. એને એ.સી. નહી પણ લીંમડાની ટાઢી છાંયડીની જરૂર હોય છે. એ માણસે ૧.૫ રૂપિયાથી દાડીની શરૂઆત કરેલી અને આજે ૫૦૦ રૂપિયા સુધીની એક દિવસની દાડી કરી લે છે. ૬૨ વર્ષમાં એને બદલાતી જીવનશૈલી જોઈ છે. ભુખ અને તરસ એને વેઠી છે. તાપ અને તડકો એને સહન કર્યો છે. મોંઘવારી એને જોયેલી છે. ગરીબાઈ એને જોયેલી છે. સવારે ઉઠવા માટે એને એલાર્મની જરુર પડતી નથી. સમયસર ઉઠી જાય છે અને સમયસર સુઈ જાય છે, માટે તેનું જીવન લાંબું છે.


એ પરસેવે નાઈ લે છે. બાજરાના રોટલા સાથે ડુંગળીથી કામ ચલાવી લે છે. ના એને ચુંટણીમાં રસ છે, ના એને સત્તામાં, બસ સુખી જીવન સંસાર જીવવામાં રસ છે. એનામાં સમજદારી ઓછી અને ઈમાનદારી વધારે છે.


By A.M. Kamejaleeya

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...