sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

98. દુહા


નેહ તો નેહડે નેહડે મળશે, મિત્ર મળે નય "સંગ" માનતા માને,
કામ આવે ત્યારે કોક જ ઊભો રેશે, કર્ણની કિર્તી કવિયો ગાતા રેશે.    ...... ... ..... ..... (1)
જ્ઞાનીને જ્ઞાન કદી ન દિજીએ, કાયરને કદી ન કહીયે શુરવિરની વાત,
શરાબીની સોબતને, દુર્જનને દાશ અને મુર્ખનો"સંગ"કદી ન કરીએ.    ........... .......(2)
રમત રમતાં રાજ,રંકને, ફકીર,જીત કોની, હાર કોની એ મોજની વાત,
પણ  રમત રમત  નારે, ત્યારે "સંગ" હારતાં જર, જમીનને જોરુ.  ....... ...   ....   (3)
ભારત ભમ્યો, ભમ્યો વિશ્વ આખું, બ્રહ્માંડમાં શ્રી હરીને ગોતવા ગયો.
પણ નમ્યો નય માબાપના ચાર ચરણને તો ભમ્યો એ"સંગ"સઘળું નકામું.  ... ..... (4)
કા"સંગ"છુટે અને કા સ્ત્રી સંગ થાય,
પછી બદલાય મહિપતીને  મોટા ભુપ.                                       ...... .....  (5)
સ્વજનનો સાથ કદી ન છોડીયે, દુઃખી જન દેખી કદી ન ભાગીએ,
કપટ કર ધન,જીત કદી ન કરીએ,"સંગ"કહે એહી મડદ માણસની પહેચાન. ....... .. (6)
હરી વેચાયા હાડે, સતી તોલાણી સંગ,
રોહિતને રાખવા ન્હોતા રહ્યા મા કે બાપ. .......................(7)
-     સંગીઅખિલ "અખો"

96. ગામડાનો ગુજરાતી


ટાંઢ તડકાની જેને ખબર નથી તે છે ગામડાનો ગુજરાતી.
સોનાના દાગીનાનો ઘરમાં ઢગલો હોય,
તોય જાતને માનતો હોય ગરીબ તે છે ગામડાનો ગુજરાતી.
લગ્નમાં લાખો રૂપિયા ઉડાડતો હોય,
ભલે ધંધો કાયના કરતો હોય તે છે ગામડાનો ગુજરાતી.
વ્યાજનું માંથે ચક્ર ફરતું હોય,
તોય વાહનો ફેરવ તો હોય તે છે ગામડાનો ગુજરાતી.
વૃદ્ધ માબાપને રાખવાના વારા હોય,
જાણે પોતે વૃદ્ધ જ ના થવાનો હોય તે છે ગામડાનો ગુજરાતી.
ઘરમાં તો પોતાનું કાય ચાલતું ના હોય,
અને વાત દેશ ચલાવવાની કરતો હોય તે છે ગામડાનો ગુજરાતી.
વ્યાજ વટાનો વ્યાપાર હોય,
અને રહેવામાં ઝુંપડુ રાખતો હોય તે છે ગામડાનો ગુજરાતી.
રોટલો રળવા શહેરમાં આવતો હોય,
અને વ્યસનમાં ઉડાડ તો હોય  તે છે ગામડાનો ગુજરાતી.
છોકરા ભુખ્યા રખડાતાં હોયને,
ભગવાનને ભોગ ચડાવતો હોય તે છે ગામડાનો ગુજરાતી.
"મહિમા" આખા ગામનો ખબર હોય,
પોતાના ઘરની કસી ખબર ના હોય તે છે ગામડાનો ગુજરાતી.
-     સંગીઅખિલ "અખો"

97. દરિયો છું


હું તો દરિયો છું,
આગળ વધવાની શક્તિ મારામાં નથી,
અને જો વધીશ તો શાંત કરવાની શક્તિ તારામાં નથી.
હું મળવા આવુ કે ન આવુ,
એક દિવસ તારે જરૂર મળવા આવવું પડશે,
ભલે પછી હું ગાંડોતુરુ હોવું.
તુ દોડતી આવીશ,
અને સમાય જઇશ પુરે-પુરી મારામાં,
બની જઇશ મારા જેવી જ તું.
મુલાકાત કરવી,
એ તારીને મારી હદમાં નથી,
તને મારાથી જુદી કરવી એવી કોઇની ભક્તિ નથી.
"મહિમા" મારો ગાતી રહી તું,
સાયર બનીને તારી યાદમાં પૌઢતો રહ્યો છું હું,
લોકો તો તોય કહે છે, દરિયાને નદિની પ્યાસ છે.
-     સંગીઅખિલ "અખો"

95. સંમદરમાં ખારાશ કેમ ?


એને કહ્યું એક સવાલ પુછું
સંમદરમાં ખારાશ કેમ આવી હશે ?
સરિતાનાં કાંઠે વિજોગણ રડતી હશે,
એની નૈન નિર વહાવી છલકાતી હશે.
ત્યારે સરીતા બે કિનારે વહેતી થઇ હશે,
સંમદરમાં વિજોગ ઠાલવતી હશે.
ખારા થવાનું આજ "મહિમા"નું કારણ હશે.
ઘરથી ધકેલી કાઢેલી વૃદ્ધ મા કાઠે રડતી હશે.
સરીતા દુઃખનું કારણ પુછતી હશે.
અંન્ન કાઢી આપીયા એને મા ગમતી નથી.
છાતીયે છાપી ધવરાવીયા એને મા ગમતી નથી.
ત્યારે દુઃખના આશુંથી સરીતા બે કિનારે વહેતી હશે.
સંમદરમાં દુઃખને ઠાલવતી હશે.
ખારા થવાનું આજ "મહિમા"નું કારણ હશે.
-     સંગીઅખિલ "અખો"

94. કામ ચલાવું છું.


પ્રેમ કરવાની તાકાત તો રહી નથી,
લખીને કામ  ચલાવું છું.
અપાય એટલો આપુ છું બાકી,
ખરીદીને કામ ચલાવું છું.
નજરો નજર મળવાની નથી માટે,
સપના જોઇએ કામ ચલાવું છું.
સંગ રહ્યાતા થોડો સમય એનો,
"મહિમા" ગાયને કામ ચલાવું છું.
-     સંગીઅખિલ "અખો"

93. બેઠો છું


નદી કિનારે નયનોમાં સાગર લઇને બેઠો છું.
સાગર કિનારે ઝરણાઓનું જળ લઇને બેઠો છું.
નાવીકોની આજીવીકાની નાવ લઇને બેઠો છું.
કવિતાઓના શબ્દ બનીને કવિયોની કલમ લઇને બેઠો છું.
એકલતાનો "સંગી"ને, મુસાફરોની મંઝિલ લઇને બેઠો છું.
દુઃખ ભરેલી આંખનાં આશું લુછવા રૂમાલ લઇને બેઠો છું.
રૂઠી ગયેલા ચહેરા પર મુસ્કાન લઇને બેઠો છું.
લાસ બનેલા માણસનું કફન લઇને બેઠો છું.
"સંગ" રહે હંમેશા તારો, "મહિમા" ગાયને બેઠો છું.
-     સંગીઅખિસ "અખો"

92. ભુલાય છે....


કક્કો ભુલાય છે, એબીસીડી યાદ રહી જાય છે.
માતૃ મુગી થઇ જાય છે, અંગ્રેજી બોલાય છે.
સ્વદેશ વિસરાય છે અને વિદેશ વાહલું થાય છે.
ઘેરવાળાં ઘાંઘરા ઘાયલ થાય છે, જીન્સની ફેશન ફેલાય છે.
ઓઢણી અંગથી અળગી થાય છે, અડધો ઉઘાડો દેહ દેખાય છે.
દુધ ભારે થાય છે અને શરાબથી સેન લેવાય છે.
શાકભાજી સડી જાય છે, મુરઘાના માસ બફાય છે.
બાળકને બોટલના દુધ પીવરાવાય છે, ધાવણ ઉભરાય છે.
સંબંધો સંઘળા ગયા અને અવડને અપનાવાય છે.
"મહિમા" મરાતો જાય છે અને "સંગ" છુટતો જાય છે.
-     સંગીઅખિલ "અખો"

91. તુમ


મેરી હર ઝંખમ કી દવા હો તુમ
મેરી હર કદમ કી મંઝિલ હો તુમ
મેરા હર સવાલ કા જવાબ હો તુમ
મેરે હર સ્વપ્ન કી કહાની હો તુમ
મેરી હર કામયાબી કી કિંતાબ હો તુમ
મેરી હર મોહબ્બત કા રાજ હો તુમ
મેરે હર જનમ કા પ્યાર હો તુમ
મેરે હર આશું કા ક્ષાર હો તુમ
મેરી હર દિન કી સામ હો તુમ
મેરી હર ગઝલ કી "મહિમા" હો તુમ
-     સંગીઅખિલ "અખો"

90. શોધુ છું.


ખભા પર માથું મુકી રડી શકુ એટલો આધાર શોધુ છું.
આંખના આંશુ લુછી શકે એવો હાથ શોધુ છું.
પડછાયો બની ચાલી શકે તેવો હમસફર શોધુ છું.
ન વર્ણવેલા શબ્દો ઉકેલી શકે તેવો સાથી શોધુ છું.
દુઃખમાં થોડુ હસાવી શકે એવો માણસ શોધુ છું.
વગર દવાયે રોગ મટાડી શકે એવો વૈદ્ય શોધુ છું.
હૈયે વાગેલા ઘાવને રુઝાડી શકે એવો મલમ શોધુ છું.
જીવન નયા પાર કરાવી શકે એવો નાવીક શોધુ છું.
વગર શરાબે નશો ચડાવી શકે એવો એક જામ શોધુ છું.
"મહિમા" વધારી શકે "સંગ" તારો એવો એક અવસર શોધુ છું.
-     સંગીઅખિલ "અખો"

89. આગમન આપનું


આગમન આપનું થયુને હૈયુ હરખાય ગયું.
સ્વાગત આપનું થયું ને મુખ મલ્કાય ગયું.
ઝાંઝર આપનું ઝણક્યુંને સંગીત રેલાય ગયું.
દર્શન આપનું થયુંને દુઃખ બંધુ વિસરાય ગયું.
મુંખ આપનું મલકાયુંને વસંત રેલાય ગઇ.
શ્વાસ આપનો છુટયોને ખુશ્બુ વેરાય ગઇ.
આંખ આપની રડીને મહેફિલ નશાથી છલકાય ગઇ.
નજરથી નજર આપની મળીને વાત સમજાય ગઇ.
"મહિમા" આપનો ગવાયોને હર્ષબિંદુ આંખથી ખરી ગયું.
વિદાય આપને લિધીને યાદ બની સમણું છલકાય ગયું.
-     સંગીઅખિલ "અખો"

88. ઇતિહાસ તો એના રહે.


ઇતિહાસ તો એના રહે જેને માંથા લિધા અને દિધા હોય.
ઇતિહાસ તો એના રહે જેને રણમાં રક્તથી સ્નાન કર્યા હોય.
ઇતિહાસ તો એના રહે જેને મરદ કસુબલ રંગ પીધાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને ધર્મને તલવારની ધાર પર રાખ્યો હોય.
ઇતિહાસ તો એના રહે જેને સામી સાતિએ ગોળિયો ખાધી હોય.
ઇતિહાસ તો એના રહે જે મોતના માંડવે માહલ્તાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને ક્ષત્રિયતાને સાબિત કરી હોય.
ઇતિહાસ તો એના રહે જે વતનમાં પાળિયા થઇ પુજાયા હોય.
ઇતિહાસ તો એના રહે જેને ગાયોના રક્ષણ માટે યુદ્ધ કર્યાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને પારકી બેન-બેટ્ટીની આબરુ બચાવી હોય.
ઇતિહાસ તો એના રહે જે પોતાના ગામગ્રહરા માટે લંડ્યા હોય.
ઇતિહાસ તો એના રહે જે આસરા ધરમને પાળતા હોય.
ઇતિહાસ તો એના રહે જેને સિંહની સામે બાથુ ભિડી હોય.
ઇતિહાસ તો એના રહે જે અજલી છાટી પાળિયાને પુછતા હોય.
ઇતિહાસ તો એના રહે જે દાન દક્ષિણા આપીને દાતાર થયા હોય.
ઇતિહાસ તો એના રહે જેને સેવા કરવી સ્વીકારી હોય.
ઇતિહાસ તો એના રહે જેને ભજન ભગવાનનું કર્યુ હોય.
ઇતિહાસ નો "મહિમા" તો એનો જ લખાય જે અનોખા થયા હોય.
-     સંગીઅખિલ "અખો"

87. તારુ નામ ઘુટતા આવડે છે.


મેં એને પુછ્યું તને શું આવડે છે ?
હસીને એને કહ્યું બસ તારુ નામ ઘુટતા આવડે છે.
તનમાં, મનમાં, હાથમાં રહૃયમાં,
તપમાં, તાલમાં, તાનમાં,
આંખમાં, જળમાં, ધુડમાં,
ગીતમાં,ગાનમાં, લયમાં,
ધારમાં, વારમાં, ઘાવમાં,
રણમાં, રેતમાં, રાજમાં,
સપ્નમાં, શ્વાસમાં, સુંગધમાં,
ભાવમાં, ભાનમાં, દાનમાં,
દાવમાં, દુવામાં, દેવામાં,
યાદમાં, વાતમાં, માગમાં,
તુજ "મહિમા"ના માનમાં.
-         -   સંગીઅખિલ "અખો"

86. નકામું છે.


ધ્યેય વગરનું કાર્ય કરવાનું નકામું છે.
મરી ગયા પછી અમૃત આપવાનું નકામું છે.
આબરુ ગયા પછી જીવન જીવવાનું નકામું છે.
ચોરી કરી દાન આપી દાનવીર થાવાનું નકામું છે.
આસ્થા વગરનું તપ કરવાનું નકામું છે.
ચરણાગતિ સ્વીકારી લિધા પછી યુદ્ધ કરવાનું નકામું છે.
આંખ જાય ત્યાં અજવાસ કરવાનું પુરુ નકામું છે.
માબાપની સેવા કર્યા પછી ચાર ધામની યાત્રા કરવાનું નકમું છે.
"મહિમા" વગરનું માન લેવાનું સાવ નકામું છે.
-     સંગીઅખિલ "અખો"

85. રાધા કે મીરાં


એને પુછ્યું રાધા બનીને આંવુ કે મીરાં,
થોડું હસીને મેં કહ્યું ,આવતાં પહેલા જો,
આંખ છલકાય જાય તો રાધા,
હૈયુ હરખાય જાય તો મીરાં.
શણગાર સજીને આવતો રાધા,
કાળો કામળો ઓઢીને આવતો મીરાં.
માખણ સાથમાં લાવ તો રાધા,
ઝેર પીને આવ તો મીરાં.
વાસળી લઇને આવતો રાધા,
એકતારો લઇને આવતો મીરાં.
"મહિમા" ગાઇને રાસ લે તો રાધા,
મહિમા ગાઇને ભજન કર તો મીરાં.
-     સંગીઅખિલ "અખો"

84. લાગે છે.


કોઇક તો રહૃયમાં વસ્તું લાગે છે,
માટે જ ગયા પછી તડપતું લાગે છે.
સપનામાં કોઇક મળતું લાગે છે,
માટે જ મઝાથી મન ઉઘતું લાગે છે.
એને મળવું આંખને પણ ગમતું લાગે,
માટે જ વારંવાર મુખ હસ્તું લાગે છે.
ઘડકનમાં પણ નામ એનું ગુજ્તું લાગે છે,
માટે જ લોકોને વગર અવાજે સભળાતું લાગે છે.
તારી મારી મુલાકાત કઇક ખાસ લાગે છે,
માટે જ કલમ પણ "મહિમા" લખતી લાગે છે.
-     સંગીઅખિલ "અખો"

83. સંધ્યા અને નિશા


સંધ્યા નિશાને મળે, મડી રડવા કારણ કે,
જેમાં નિશા ચેતરાણી હતી તેમાં તે ચેતરાણી.
હાલ બન્નેના એક હતા પરિસ્થિતિથી,
કોણ કોને આસવાસન આપે આવી પરિસ્થિતિમાં.
અનહદ પ્રેમમાં પડેલી સંધ્યા અને નિશા,
ધડાકા સાથે ટુટેલા રહૃય વાળી હતી.
સંધ્યા અને નિશા રહી જોતીને "દિવસ",
"સમય"ની સાથે નિકળી પડ્યો વાટમાં.
આવા ટુટેલા રહૃયની વાતું કોને કહે ?
કોઇ સાંભળવા તૈયાર થતિં નથી.
દુઃખનો "મહિમા" સાંભળવા જઇ પુરાણો એકલો,
અને "સંગ" ગઝલ બનાવી બેઠો સાથમાં.
-     સંગીઅખિલ "અખો"

82. वतन प्रीति


हम तो वतन से प्रीति रखते है
वतन के आगे प्रेम भी कुरबान करते है  ...   ......  .....   (1)
वतन सर मागे तो सजा कर देगे
अगर कोइ वतन मागे तो सर काट देगे  ..... .....     ....(2)
जन्म से प्रेम कर सुके है वतन से
अब वतन के अलावा किसी से प्रेम हो नहि सकता ... ....(3)
भगत,गुरु,देव को मेरा कौटी-कौटी सलाम
वतन के वास्ते फासी पर सड गये साथमें ....   ....      (4)
वतन के रंगे रंगाया हुं मेरे यार
ओर रंग से रंगने कि बेकार में कोसिस ना कर .....    ...(5)
नशा तो हमने वतन के प्रीत का लिया है
एक बार लिया है मरने तक नहि उतरेगा  ..... .....      (6)
शहिदो का महिमा लिख कर खुद शहिद हो जाउगा
वतन के वास्ते शहिदो में एक मेरा नाम लग जाएगा .. .. (7)
-    संगीअखिल अखो

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...